સુરત : લાજપોર જેલમાં બંધ નારાયણ સાઇએ આસારામની કોરોના સારવાર માટે જામીન માગ્યા, વધુ સુનાવણી 26મી મેના રોજ

New Update
સુરત : લાજપોર જેલમાં બંધ નારાયણ સાઇએ આસારામની કોરોના સારવાર માટે જામીન માગ્યા, વધુ સુનાવણી 26મી મેના રોજ

સુરતની લાજપોર જેલમાં દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા નારાયણ સાઇએ આસારામની કોરોના સારવાર માટે જામીન માંગ્યા છે. જોકે, અરજીની વધુ સુનાવણી ૨૬મી મેના રોજ મુકરર કરવામાં આવી છે.

સુરતના જહાંગીરપુરા આશ્રમમાં યુવતી પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં સુરતની લાજપોર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામના પુત્ર નારાયણ સાઇ હાઇકોર્ટમાં જામીન અરજી કરી છે. પિતા આસારામ કોરોનાગ્રાસ્ત હોવાથી પુત્ર તરીકે તેની સારવારની વ્યવસ્થા કરવા અને તેને મળવા માટે જમીનની માંગણી નારાયણ સાઈએ કરી છે. જોકે, અરજીની વધુ સુનાવણી ૨૬મી મેના રોજ મુકરર કરવામાં આવી છે.

નારાયણ સાઇએ જામીન અરજીમાં રજૂઆતો કરી છે કે, તે તેના પિતા આસારામને અત્યારે કોરોના થયો છે. આસારામ જોધપુર જેલમાં બંધ હોવાથી જોધપુર એઇમ્સમાં જેલ તંત્ર દ્વારા તેની સારવાર થઈ રહી છે. તેની સારવાર કરાવવા તેમજ પુત્ર તરીકે તેની સારસંભાળ માટે જામીન આપવા માંગણી કરવામાં આવી છે. વર્ષ 2013માં સુરત આશ્રમમાં 23 વર્ષની યુવતી પર દુષ્કર્મ કરવાના કેસમાં નારાયણ સાઈને સેશન કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. તેઓ હાલ સુરતની લાજપોર જેલમાં સજા ભોગવી રહ્યા છે.