ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા સંચાલિત જન શિક્ષણ સંસ્થાન-ભરૂચ ખાતે ‘વર્લ્ડ યુથ સ્કિલ ડે’ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્ષની થીમ ‘સ્કિલ્સ ફોર અ શેર્ડ ફ્યુચર’ સહિયારા ભવિષ્ય માટે કૌશલ્યો અંતર્ગત સંસ્થાના નિયામક ઝયનુલ સૈયદે તાલીમાર્થીઓને કૌશલ્યના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, કૌશલ્ય એ માત્ર રોજગારી મેળવવાનું સાધન નથી, પરંતુ તે આજીવિકાનો મજબૂત આધારસ્તંભ છે, આજના યુગમાં ગુણવત્તાસભર તાલીમ દ્વારા શિક્ષણ અને રોજગારી વચ્ચે રહેલા ‘સ્કિલ ગેપ’ને દૂર કરીને સ્થિર આજીવિકા મેળવી શકાય છે. આ કાર્યક્રમમાં યુવાનોને સરકારની વિવિધ કૌશલ્યવર્ધક યોજનાઓ અને રોજગારલક્ષી કાર્યક્રમો વિશે પણ જાણકારી આપવામાં આવી હતી. સંશોધાનાત્મક કૌશલ્યો દ્વારા યુવાનો આર્થિક અને સામાજિક રીતે કેવી રીતે પ્રગતિ કરી શકે તે અંગે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, અને અંતે લાઈવલી હૂડ કો-ઓર્ડીનેટર ક્રિષ્ણા કઠોલીયાએ આભારવિધિ કરી હતી.
