/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/17182118/maxresdefault-220.jpg)
કોરોનાના કારણે હાલ શાળાઓ બંધ રહેવાથી વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ આપવામાં આવી રહ્યો છે, ત્યારે સુરતના મોટા વરાછા આનંદધારા રેસીડન્સી ખાતે રહેતા વિપુલ લુણાગરીયાની 15 વર્ષીય પુત્રી ધોરણ-11 કોમર્સમાં અભ્યાસ કરતી હતી. કોરોનાના કારણે શાળા બંધ હોવાથી વિદ્યાર્થીનીને ઓનલાઈન અભ્યાસ કરવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી, ત્યારે વિદ્યાર્થિનીએ ગત મંગળવારની સાંજે પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
પોતાની વ્હાલસોયી દીકરીના આપઘાતને લઈને પરિવારમાં શોકની કાલીમા છવાઈ ગઈ હતી. સમગ્ર મામલે વિદ્યાર્થીના પિતાએ અન્ય વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે, અભ્યાસને લઈને માનસિક તણાવમાં ન રહેવું. કોઈ સમસ્યા હોય તો ઘરના સભ્યો સાથે વાતચીત કરવી. સાથે જ વાલીઓને પણ અપીલ કરી છે કે, પોતાના બાળકોને સાચવજો અને તેઓને ભણવા માટે દબાણ કરતા નહી. જોકે હાલ તો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.