New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/22175329/maxresdefault-278.jpg)
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ એક એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો. જેના કાટમાળ નીચે દબાઈ જતાં ગંભીર ઇજાના પગલે 3 શ્રમજીવીઓનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ નિલાંજન એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ એકાએક તૂટી પડ્યો હતો, ત્યારે બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો સહિત 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. જેમાં ફાયરના જવાનોએ રેસ્ક્યૂ કરી કાટમાળ નીચે દબાયેલા 3 લોકોને બહાર કાઢ્યા હતા.
સમગ્ર ઘટનામાં 35 વર્ષીય અનિલચંદ્ર નેપાળી, 45 વર્ષીય જગદીશચંદ્ર ચૌહાણ અને 40 વર્ષીય રાજુ મારવાડીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, ત્યારે ત્રણેય શ્રમજીવીઓનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું. જોકે નિલાંજન એપાર્ટમેન્ટ જર્જરિત હોવાના કારણે ખાલી કરાવવામાં આવ્યું હતું, ત્યારે કાળી મજૂરી કરી રાત્રે એપાર્ટમેન્ટની નીચે સૂતેલા 3 શ્રમજીવીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
Latest Stories