Connect Gujarat
સમાચાર

સુરત : નાગસેન નગર પાસેથી બે સટ્ટોડીયાઓને ઝડપી પાડતી પોલીસ, એક બુકી વોન્ટેડ

સુરત : નાગસેન નગર પાસેથી બે સટ્ટોડીયાઓને ઝડપી પાડતી પોલીસ, એક બુકી વોન્ટેડ
X

સુરતની પાંડેસરા પોલીસે બાતમીના આધારે નાગસેન નગર પાસેથી આઈપીએલની ક્રિકેટ મેચ અને ઓનલાઈન ગેમ્સ પર સટ્ટો રમતા અને રમાડતા બે ઇસમોને ઝડપી પાડ્યા છે. આ ઘટનામાં પોલીસે એક બુકીને પણ વોન્ટેડ જાહેર કર્યો છે.

પાંડેસરા પોલીસને બાતમી મળી હતી કે પાંડેસરા નાગસેન નગર પાસે કેટલાક ઈસમો સટ્ટો રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દોરોડો પાડ્યો હતો અને પાંડેસરા પીયુષ પોઈન્ટ પાસે રહેતા શૈલેષ પટેલ અને કૌશીક પટેલને ઝડપી પાડયાં હતાં.પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓ આઈપીએલની ક્રિકેટ મેચ તેમજ ક્રિકેટ, ટેનીશ, ફુટબોલ, ક્રિકેટ કસીનો, લાઇવ ગેમ, જેકપોટ જેવી ઓનલાઇન ગેમ્સો ઉપર ગ્રાહકોનો સંપર્ક કરી ઓનલાઈન સટ્ટો રમતા અને રમાડતા હતા. સમગ્ર સટ્ટાકાંડમાં અનુપન સ્ક્વેરમાં ઓફીસ ધરાવતા બુકી પ્રકાશ પટેલનું નામ પણ ખુલ્યું હતું જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story