સુરત: રાત્રિ કરફ્યુમાં બહાર નિકળ્યા તો તમારી ખૈર નથી, જુઓ પોલીસે કેટલા લોકો સામે કરી કાર્યવાહી

New Update
સુરત: રાત્રિ કરફ્યુમાં બહાર નિકળ્યા તો તમારી ખૈર નથી, જુઓ પોલીસે કેટલા લોકો સામે કરી કાર્યવાહી

સુરતમાં વકરી રહેલા કોરોનાના સંક્રમણને અટકાવવા પોલીસ હવે કડકપણે રાત્રિ કરફ્યુનો અમલ કરાવશ. પોલીસે ગતરોજ રાત્રિ કરફ્યુમાં ફરતા 1600થી વધુ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ અનુસાર કેટલાક પગલા લેવાયા હોવાની જાહેરાત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી છે. ગુજરાતમાં અત્યાર સુધી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એમ ચાર શહેરમાં જ રાત્રે 9 વાગ્યાથી બીજા દિવસે સવારના 6 વાગ્યા સુધીનો કરફ્યુ હતો. પરંતુ હવે ચારને બદલે, ગુજરાતના વીસ શહેરમાં રાત્રી કરફ્યુ અમલમાં રહેશે. કરફ્યુની મુદતમાં એક કલાકનો વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાતના આઠેય મહાનગરપાલિકા ઉપરાંત મોટા શહેરોનો પણ સમાવેશ કર્યો છે. રાત્રે 8થી સવારે છ વાગ્યા સુધી આવતીકાલથી કરફ્યુનો અમલ 30 એપ્રિલ સુધી રહેશે. ત્યારે સુરત પોલિસ કમિશનર દ્વારા કડકાઈ વર્તવામાં છે કારણ કે જે સુરતમાં સંક્રમણ વધે તે ને લઈ આજથી પોલીસ કરફ્યુનો અમલ કરાવશે ઉપરાંત ગઈ કાલે રાત્રી ના સમયે મોટી સંખ્યામાં લોકો બહાર ફરતા જોવા મળ્યા હતા જેને લઈ પોલીસ કુલ 1608 લોકો સામે કર્યાવહાઇ અને દંડ ની કામગીરી કરી હતી.

Latest Stories