સુરત : પુણા વિસ્તારમાં ત્રણ રાજયોની પોલીસના દરોડા, 125 રાજસ્થાની બાળકોને કરાવ્યાં મુકત

New Update
સુરત : પુણા વિસ્તારમાં ત્રણ રાજયોની પોલીસના દરોડા, 125 રાજસ્થાની બાળકોને કરાવ્યાં મુકત

સુરત શહેરની

સીતારામ સોસાયટીમાં રાજસ્થાન, દિલ્હી અને સુરત પોલીસની સંયુકત ટીમોએ દરોડા પાડી 125 જેટલા બાળમજુરોને મુકત કરાવ્યાં છે. આ

તમામને માનવ તસ્કરી કરતી ગેંગે સુરત સુધી પહોંચાડયાં હોવાની વિગતો સપાટી પર આવી

છેે.

દિલ્હી, રાજસ્થાન, સુરત પોલીસ અને ચાઈલ્ડ કમિશનની ટીમોએ સુરતના પુણા વિસ્તારમાં આવેલી સીતારામ સોસાયટીમાં સવારે 5 વાગ્યે દરોડા પાડયાં હતાં.સીતારામ, હરિધામ, વિવેકાનંદ સોસાયટીમાંથી બાળમજૂરી માટે લવાયેલા 125 જેટલા રાજસ્થાની બાળકોને મુકત કરાવવામાં આવ્યાં હતાં. દરોડાની કામગીરી દરમિયાન કેટલાક દલાલો અને વચેટીયાઓની પણ અટકાયત કરી પુણા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે.પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાજસ્થાન સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઇટ્સ અને બચપન બચાવ આંદોલન તેમજ સ્ત્રી અંસારા વિકાસ સંસ્થાએ મળીને તપાસ કરી હતી. જેમાં સુરતની પુણા વિસ્તારની સીતારામ સોસાયટી સહિતની સોસાયટીઓમાં બાળકો પાસે મજૂરી કામ કરાવવા માટે રાજસ્થાન અને ગુજરાતની સરહદ પરના ગામડાઓમાંથી બાળકોની તસ્કરી થતી હોવાનું બહાર આવ્યું હતું. આ ત્રણેય સંસ્થાઓએ 10 દિવસ સુધી રેકી કરી તમામ પુરાવા ભેગા કર્યા હતા. ત્યારબાદ આજે સવારે સુરત પોલીસની મદદથી સીતારામ સોસાયટીમાં સર્ચ ઓપરેશન કર્યું જેમાં 125થી વધુ બાળકો મળી આવ્યા છે.

Latest Stories