કોરોનના વધતા કહેર વચ્ચે સુરતના કતારગામ વિસ્તારમાં કતારગામ મિત્રવ્રુંદ પરિવાર દ્વારા ખાનગી સ્કુલમાં આઈસોલેશન સેન્ટર તૈયાર કરાયું છે. શરૂઆતના તબક્કામાં અહી ૭૫ બેડની સુવિધાઓ શરુ કરવામાં આવી છે. જેમાં દર્દીઓને જમવાથી લઈને તમામ મેડીકલ સુવિધાઓ મળી રહેશે.
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે ત્યારે વિવિધ સામાજિક સંસ્થાઓ અને એન.જી.ઓ. આગળ આવી રહી છે અને અલગ અલગ વિસ્તારમાં કોવીડ આઈસોલેશન સેન્ટર બનાવવામાં આવી રહ્યા છે. જે દર્દીઓને ઘરે આઈસોલેશન થવાની સુવિધાઓ ન હોય તેવા દર્દીઓને અહી આઈસોલેટ કરવામાં આવશે ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં મિત્રવ્રુંદ પરિવાર દ્વારા ખાનગી સ્કુલમાં આઈસોલેશન સેન્ટર તૈયાર કરાયું છે.
શરૂઆતના તબક્કામાં અહી ઓક્સીજન યુક્ત ૭૫ બેડની સુવિધાઓ શરુ કરવામાં આવી છે. જેમાં દર્દીઓને જમવાથી લઈને તમામ મેડીકલ સુવિધાઓ મળી રહેશે. કતારગામ વિસ્તારના ધારાસભ્ય વીનું મોરડિયાના માર્ગદર્શન હેઠળ આ કોવીડ કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. ધારાસભ્ય વીનુ મોરડિયાએ જણાવ્યું હતું કે દર્દીઓને અહી ઉકાળા, જમવાની સુવિધાઓ, જેવી તમામ સુવિધાઓ આપવામાં આવશે. દર્દીઓ અહીંથી સાજા થઈને જાય તે ઉદ્દેશયથી આ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.