સુરત : નિવૃત્ત સીપી સતીશ શર્માએ કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું જ નહીં, છતાં રૂ. 4899 ઉપડ્યાનો આવ્યો મેસેજ

New Update
સુરત : નિવૃત્ત સીપી સતીશ શર્માએ કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું જ નહીં, છતાં રૂ. 4899 ઉપડ્યાનો આવ્યો મેસેજ

સુરતમાં ચોંકાવનારો સાઇબર ફ્રોડનો કેસ સામે

આવ્યો છે. રિટાયર પોલીસ કમિશનરના ખાતામાંથી કોઈ અજાણ્યા ઇસમે ડેબિટ કાર્ડ નંબર અને

પાસવર્ડની ચોરી કરી રૂ. 4899 એંટી લીધા હતા. ખુદ રિટાયર પોલીસ કમિશનરના બેન્ક

ખાતામાંથી રૂપિયાની ચોરી થતાં મામલો ગરમાયો છે.

મળતી માહિતી અનુસાર, સુરતના

પીપલોદ ઝીંઝર હોટલની સામે ફોર સીઝન્સમાં રહેતા રિટાયર પોલીસ કમિશનર સતીશ શર્માનું

ગાંધીનગરની એસબીઆઈ બેંકમાં એકાઉન્ટ છે. તા. 26મીએ સવારે 7.45 વાગ્યે તેમના મોબાઇલ

પર એક મેસેજ આવ્યો હતો. મેસેજમાં એસબીઆઇ ડો.કાર્ડ એક્સ 412 યુઝસ ફોર 4899 લખ્યું

હતું. નિવૃત્ત સીપીએ આવું કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું ન હોવા છતાં ખાતામાંથી રૂ. 4899

રૂપિયા ઊપડી ગયા હતા. અજાણ્યાએ રિટાયર પોલીસ કમિશનરનો ડેબિટ કાર્ડ નંબર અને

પાસવર્ડ ચોરી કરી ડેબિટ કાર્ડમાંથી રૂ. 4899નું ટ્રાન્ઝેક્શન કર્યું હતું, ત્યારે રિટાયર પોલીસ કમિશનર સતીશ શર્માના ખાતામાંથી રૂ. 4899 ઊપડી જતાં

સમગ્ર મામલો સાયબર ક્રાઇમમાં પહોંચ્યો છે. જેમાં ખુદ રિટાયર પોલીસ કમિશનરે ફરિયાદ

આપી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના ચોપડે સાઇબર

ક્રાઇમના 1 વર્ષમાં કુલ 120 કેસ નોધાયેલ છે. તેમાંથી મોટા ભાગના કેસ હજુ સુધી પણ

પેંડીગ છે.

Latest Stories