સુરત: રિટાયર્ડ પોસ્ટ માસ્ટરનો પુત્ર ઇન્ડિયન આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલ બન્યો

New Update
સુરત: રિટાયર્ડ પોસ્ટ માસ્ટરનો પુત્ર ઇન્ડિયન આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલ બન્યો

સુરતમાં રિટાયર્ડ પોસ્ટ માસ્ટરનો પુત્ર ઇન્ડિયન આર્મીમાં લેફ્ટનન્ટ ઓફિસર બન્યો છે. પુત્ર સ્વપ્નિલે નોકરી સાથે અભ્યાસ પૂર્ણ કરીને સેનામાં જોડાવાનું સપનું સાકાર કર્યું છે. ટ્રેનિંગ લઈને પરત આવેલા સ્વપ્નિલનું સુરત એરપોર્ટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

સુરત શહેરના ડીંડોલી ખાતે આવેલ ખોડલકૃપા સોસાયટીમાં રહેતા સ્વપ્નિલ ગુલાલે ઇન્ડિયન આર્મીમાં લેફ્ટનન્ટ ઓફિસર બન્યો છે સ્વપ્નિલના પિતા સુરેશભાઈ ગુલાલે નિવૃત્ત પોસ્ટ માસ્ટર છે. સ્વપ્નિલ નાનપણથી જ ભણવામાં હોશિયાર હતો કોલેજના અભ્યાસમાં એન.સી.સી જોઈન્ટ કરી હતી. એન.સી.સી દરમિયાન કમાન્ડોને જોઈને પેરિત થયો હતો એન.સી.સી માં અનુશાસન અને કમાન્ડોને મળતો માન-સન્માન તેમજ દેશની સેવા કરવી કોલેજ સમયમાં જ સ્વપ્નિલે નક્કી કરી લીધું હતું.

પરિવારની પરિસ્થિતિ સામાન્ય હોવાના કારણે ભણતર પુરું કરવામાં તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો અને અભ્યાસની સાથે સાથે પરિવારને આર્થિક મદદ કરવા માટે નોકરી કરતો હતો તે કોલેજમાં અને ખાનગી ટ્યુશનમાં બાળકોને ભણાવતો હતો. આબુ, સાપુતારા અને રાયગઢમાં એન.સી.સી કેમ્પ માં ભાગ લીધો હતો ત્યાં આખરી ટેકરીઓમાં ઉપર પર્વતારોહણ કર્યું હતું આખરે તે દિવસ આવી ગયો જેની રાહ સ્વપ્નિલ અને તેનો પરિવાર જોતો હતા આર્મીની પરીક્ષા પાસ કર્યા બાદ આખરે સ્વપ્નિલની સેનામાં પસંદગી થઈ હતી.

11 મહિના સુધી ચેન્નાઇ ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી હતી અને પહેલી પોસ્ટિંગ લેફ્ટનન્ટ કર્નલ ઓફિસર તરીકે રાજસ્થાનના જેસલમેર ખાતે થઈ છે સ્વપ્નિલ લેફ્ટનન્ટ કર્નલ ઓફિસર બનવાની સાથે યુવાઓને દેશની સેવામાં ફરજ બજાવવા પ્રેરિત કરશે જરૂરિયાત મંદ બાળકો સુધી આર્મીને લગતી અભ્યાસની તમામ માહિતી આપશે.

#Indian Army #Surat News #Surat Gujarat #Connect Gujarat News #Retired Post Master
Latest Stories