/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/16152913/maxresdefault-199.jpg)
સુરતના સિંગણપોર વિસ્તારમાં તસ્કરોએ ભારે આતંક મચાવ્યો છે. શહેરમાં કરફ્યુ દરમ્યાન લક્ઝુરિયસ કાર ચોરી થઈ હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે.
મળતી માહિતી અનુસાર, સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલી અક્ષરદિપ સોસાયટીમાં રહેતા રાહુલ રામદેવ ભાદરકા કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓએ ગત મંગળવારની રાત્રીએ ઘર નજીક આવેલા જાહેર માર્ગ પર પોતાની 19 લાખ રૂપિયાની ફોર્ચ્યુનર કાર પાર્ક કરી હતી. તે દરમ્યાન સ્વિફ્ટ કારમાં આવેલા તસ્કરો ફોર્ચ્યુનર કારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
સમગ્ર મામલે રામદેવ ભાદરકાએ ચોકબજાર પોલીસ મથકે પોતાની 19 લાખ રૂપિયાની કાર ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. ઉપરાંત તસ્કરોએ કારને હેક કરી, લોક તોડી અથવા ડુપ્લિકેટ ચાવીથી લોક ખોલી કારની ચોરી કરી હોવાનો પણ કારના માલિકે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. જોકે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.