સુરત : સેનેટરી ઇન્સપેકટર અને બે સફાઇકર્મી 10 હજારની લાંચ લેતા ઝડપાયાં

New Update
સુરત : સેનેટરી ઇન્સપેકટર અને બે સફાઇકર્મી 10 હજારની લાંચ લેતા ઝડપાયાં

સુરતમાં મહાનગર પાલિકાના સેનેટરી સબ ઇન્સ્પેક્ટર અને બે સફાઈ કામદાર લાંચ લેતા એસીબી હાથે ઝડપાયા છે કામદારોની રજા પાસ કરવા અને બદલી કરવા રૂપિયા 10,000ની લાંચ માંગતાં છટકું ગોઠવવામાં આવ્યું હતું.

સુરત મહાનગર પાલિકામાં ફરજ બજાવતા સેનેટરી સબ ઇન્સ્પેક્ટર ધીરેન સોલંકી તથા સફાઇ કામદારો લાલજી જોગડીયા અને દિપક મકવાણાની ધરપકડ કરી છે સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા એક મહિલા કર્મચારીએ તેઓના ઓળખીતા એવા ફરીયાદીને એવી રજુઆત કરેલ કે,આરોપી ધીરેન સોલંકી સુરત મહા નગરપાલિકામાં સફાઇ કામદારોનો વિસ્તાર બદલવા અને રજા પાસ કરવા માટે મહિને રૂપિયા પાંચ થી દસ હજાર રૂપિયા લે છે.

જો તેઓ લાંચ નહીં આપે તો ખોટી હેરાનગતિ કરશે. જેથી ફરિયાદીએ આરોપી ધીરેન સોલંકી રુબરૂમાં મળી મહિલા સફાઇ કામદારની રજુઆત બાબતે વાતચીત કરતા આરોપી ધીરેનએ ફરીયાદી પાસે મહિલા સફાઇ કામદારનો વિસ્તાર બદલવા અને હેરાન નહીં કરવા અંગે રૂપિયા ૧૦,૦૦૦ લાંચની માંગણી કરી હતી. ફરીયાદી અને મહિલા સફાઇ કામદાર લાંચ આપવા માંગતા ના હોય તેઓએ તાપી એ.સી.બી. પો.સ્ટે.નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા લાંચ લેતા સેનેટરી સબ ઇન્સ્પેક્ટર ધીરેન સોલંકી ,લાલજી જોગડીયા અને દિપક મકવાણા લાંચની રકમ લેતાં ઝડપાય ગયાં હતાં.