કેન્દ્ર સરકારે જાહેર કરેલાં નવા કૃષિ કાયદાઓના વિરોધમાં મંગળવારના રોજ અપાયેલાં ભારત બંધના એલાનને ગુજરાત ખેડુત સમાજે ટેકો જાહેર કર્યો છે. કાયદાઓનો વિરોધ કરવા માટે સંઘર્ષ સમિતિ બનાવવામાં આવી છે જેના નેજા હેઠળ વિવિધ કાર્યક્રમો આપવામાં આવશે.
ભારત બંધના એલાનને સફળ બનાવવા માટે ગુજરાત ખેડૂત સમાજના આગેવાનો તૈયારીઓમાં લાગી ગયા છે. કૃષિ કાયદાઓના વિરોધ માટે ખેડૂત સંઘર્ષ સમિતિ બનાવામાં આવી .23 જેટલી સંસ્થાઓ દ્વારા તેને સમર્થન આપવામાં આવ્યું છે. સમિતિના નેજા હેઠળ 4 જેટલા કાર્યક્રમોની જાહેરાત કરાઈ છે. જેમાં 8 તારીખે બંધ નું એલાન,10 તારીખે રાજ્યવ્યાપી ધરણા, 11 તારીખે ગાંધીનગરમાં ખેડૂત સંસદ અને 12 તારીખે ખેડુતો દિલ્હી તરફ કુચ કરશે