સુરત શહેરમાં ટ્રાફિકનું સુચારૂ સંચાલન થાય તે માટે પોલીસની સાથે ટ્રાફિક બ્રિગેડના જવાનોને ફરજ પર મુકવામાં આવે છે. સુરતમાં ફરજ બજાવી રહેલાં એક ટ્રાફિક બ્રિગ્રેડના જવાનનો ટેમ્પા ચાલકને માર મારતો વિડીયો વાયરલ થયો છે……
સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ ઉંચે જઇ રહયો હોવાથી પોલીસની કામગીરી સામે સવાલો ઉભાં થયાં છે. ગુનેગારોની સાથે હવે ટ્રાફિક બ્રિગેડના જવાનો પણ બેફામ બની ગયાં હોવાનો એક વિડીયો વાયરલ થયો છે. તાજેતરમાં સોશિયલ મિડીયામાં સુરતના TRB જવાનનો દાદાગીરી કરતો વિડીયો વાયરલ થઇ રહયો છે. આ ઘટના સિંગણપોર ચાર રસ્તા પાસેની હોવાનું ચર્ચા છે. વિડીયોમાં ટીઆરબીનો જવાન રસ્તાની વચ્ચે ગાડી મૂકી ટેમ્પાને અટકાવે છે અને ટેમ્પાચાલકને માર મારે છે. ટેમ્પાચાલકને માર મારવાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ ચુકી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમગ્ર ઘટનાની તપાસ કરાવી જવાબદારો સામે પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.