/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/26183436/maxresdefault-107-282.jpg)
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં જમીન દલાલની હત્યા બાદ પોલીસ દોડતી થઈ ગઈ છે. મોહનનગરમાં બનેલી ઘટના બાદ હત્યાને લઇ અનેક પ્રશ્નો ઉભા થયા છે. સામસામે થયેલી છુટ્ટાહાથની મારામારી બાદ મોહનનગરના સ્થાનિક યુવાનોએ રાજન નામના ઇસમ પર પાવડા અને દંડા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર, બમરોલી વિસ્તારમાં આશિષનગરમાં રહેતા 36 વર્ષીય રાજન રાજેસિંગ રાજપૂત જમીન કબજાના ગોરખધંધા સાથે સંકળાયેલો હતો. જેની મોહનનગરમાં કબજાને લઈ સવારે માથાકૂટ થતાં રાજનની નિર્મમ હત્યા કરી હત્યારાઓ નાસી છૂટ્યા હતા. જોકે, હત્યાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે હત્યારાઓ બાબતે કોઈપણ કઈ બોલવા તૈયાર ન હોવાનું જાણવા મળ્યું છે. રાજન યુપીનો રહેવાસી અને આ વિસ્તારમાં માથાભારે છાપ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા 2 વર્ષથી મોહનનગરમાં ખાલી પ્લોટ અને જમીનના કબજાને લઈ વિવાદ ચાલી રહ્યો હતો, ત્યારે સોમવારના રોજ વિવાદ વધુ વકરતા રાજનની હત્યા કરાઈ હોવાની ચર્ચાઓ બહાર આવી રહી છે.હાલ તો પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.