ભરૂચ : સુરતથી ખોડલધામ જતી “સાયકલ યાત્રા”નું મુલદ ગામે કરાયું ભવ્ય સ્વાગત

New Update
ભરૂચ : સુરતથી ખોડલધામ જતી “સાયકલ યાત્રા”નું મુલદ ગામે કરાયું ભવ્ય સ્વાગત

કોરોના મહામારી વચ્ચે લોકોના સ્વાસ્થ્ય, સુખાકારી અને પર્યાવરણના જતન માટે સુરતથી ખોડલધામ સુધીની સાયકલ યાત્રા યોજવામાં આવી છે. આ સાયકલ યાત્રા ભરૂચ જિલ્લાના મુલદ ગામે આવી પહોચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સુરતના પુણા વિસ્તારમાં રહેતા નગરસેવક દિનેશ સાવલિયા દ્વારા સુરતથી ખોડલધામ કાગવડ સુધી સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે સાયકલ યાત્રા બુધવારના રોજ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના મુલદ ગામે આવી પહોચી હતી, ત્યારે ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ, ઝઘડીયા ખોડલધામ તાલુકા સમિતિ, અંકલેશ્વર અને ભરૂચ યુવા ખોડલધામ સમિતિ દ્વારા તમામ સાયકલ યાત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

તા. 17મી નવેમ્બરથી શરૂ થયેલી આ સાયકલ યાત્રા આગામી આગામી તા. 22 નવેમ્બરે કાગવડ સ્થિત ખોડલધામ ખાતે પહોચશે. જેમાં પ્રજાજનોની સુખાકારી માટે સાયકલ યાત્રા લઈને નીકળેલા 5 યુવકો અને 1 યુવતી દ્વારા મા ખોડલના ચરણોમાં વંદના પણ કરવામાં આવશે, ત્યારે ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ દ્વારા સાયકલ યાત્રીઓનું સ્વાગત કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Latest Stories