સુરત : "Wow Mrs. Gujarat 2020" બ્યુટી કોન્ટેસ્ટમાં ભરૂચની હેમા પટેલે ખિતાબ જીત્યો

New Update
સુરત : "Wow Mrs. Gujarat 2020" બ્યુટી કોન્ટેસ્ટમાં ભરૂચની હેમા પટેલે ખિતાબ જીત્યો

સુરતમાં યોજાયેલા ભવ્ય બ્યૂટી કોન્ટેસ્ટમાં ભરૂચની હેમા પટેલે "Wow Mrs. Gujarat 2020"નો તાજ જીત્યો, કોવિડ ગાઈડ લાઈનના પાલન સાથે યોજાયો ફેશન શો.

સુરત શહેરમાં આજ રોજ ભવ્ય બ્યૂટી કંટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓની પોતાની પ્રતિભા બતાવવાની તક મળી હતી. “વાઉ વિંગ્સ ફોર ડ્રીમ્સ” ના શીર્ષક હેઠળ આ આયોજન પ્રીતિ વિશાલ બોકડિયા (જૈન) અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. કોરોના મહામારી વચ્ચે યોજાયેલ આ કોંટેસ્ટમાં કોવિડની તમામ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યું હતું.

બ્યૂટી કોન્ટેસ્ટ "Wow Mrs. Gujarat 2020" નો તાજ એક મધ્યમ વર્ગની મહિલાના શિરે ગોઠવાયો હતો. અને આ મહિલા ભરૂચની રહેવાસી છે. યુવતીએ ખિતાબ જીતતા ખરેખર ભરૂચ શહેર અને જિલ્લા માટે ગર્વની વાત છે. "વાઉ વિંગ્સ ફોર ડ્રીમસ" ઇવેન્ટમાં મુખ્ય અતિથિ તરીકે સેલિબ્રિટી સિમરન આહુજાએ જજની ભૂમિકા ભજવી હતી. અને તેમની સાથે શાન ખન્ના પણ હાજર રહ્યા હતા. શો ને મુંબઈ ના પ્રખ્યાત સેલિબ્રિટી રેમ્પ વોક કોરિયોગ્રફર યશ શેલર કોરિયોગ્રફ કર્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય મેહમાન રૂપે મધ્ય પ્રદેશના ધિરાજકુમાર અને અંબાણી ગર્ગ, નીતિન બાસોતિયા, નિતેશ દેસાઈ, ડો.શાલિની દર્શન, ડો.જગદીશ વારિયા, કમલેશ ખોડેજા હાજર રહ્યા હતા.

Latest Stories