સુરત : યોગીચોકમાં કોંગ્રેસનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું, વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કર્યા ભાજપ પર પ્રહાર

New Update
સુરત : યોગીચોકમાં કોંગ્રેસનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું, વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કર્યા ભાજપ પર પ્રહાર

હાલ પેટાચૂંટણીને લઈ સુરતના યોગીચોક ખાતે કોંગ્રેસનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું. જેમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને સવારકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત ઉપસ્થિત રહી ધારીના કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડીયાની જીત માટે લોકોને અપીલ કરી હતી.

ગુજરાતમાં પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ પોતાની સભાઓ યોજી રહી છે. તેવામાં સુરતના યોગીચોક ખાતે સરદાર ફાર્મમાં કોંગ્રેસનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું. જેમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત ઉપસ્થિત રહ્યા હતા. પરેશ ધાનાણીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ભાજપ તાનાશાહીનું રાજ કરી રહી છે. જેનો જવાબ હવે ગુજરાતની જનતા માંગશે.

કોરોના પહેલા ઈન્ટરનેશનલ ફ્લાઇટ બંધ કરાવી હોત તો કોરોના ભારતમાં પ્રવેશ ન કરી શક્યો હોત. જોકે ભાજપ પર આકરા પ્રહાર સાથે પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતે શાબ્દિક ટિપ્પણી કરી હતી. ગત રોજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાવાની ઘટના બની હતી, તેના પર પણ પરેશ ધાનાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. અત્રે મહત્વનું છે કે, સુરતના વરાછા વિસ્તારમાં ધારી ખાંભા અને બગસરાના લોકો રહે છે અને તેમનો વિશ્વાસ જીતી ધારી પેટાચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડીયાને મત અપાવવા લોકોને અપીલ કરી હતી.

Latest Stories