સુરત : યોગીચોક વિસ્તારમાં ૧૦ લાખથી વધુના સોનાના દાગીના સહીત રોકડની ચોરી

New Update
સુરત : યોગીચોક વિસ્તારમાં ૧૦ લાખથી વધુના સોનાના દાગીના સહીત રોકડની ચોરી

તુલસી રો હાઉસમાં બંધ ઘરમાં લાખોની ચોરી

સરથાણા પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરુ કરી

સરથાણા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીની શોધખોળ આદરી

સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલ તુલસી રો હાઉસમાં એક બંધ મકાનમાં લાખોની ચોરીની ઘટના બનવા પામી હતી જેમાં સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા સહીત ૧૦ લાખથી વધુની ચોરી કરી અજાણ્યા ઇસમો ફરાર થઇ ગયા હતા જે અંગે સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત શહેરમાં ચોરીની ઘટના હવે સામાન્ય બની ગઈ હોય તેમ એક પછી એક ચોરીની ઘટનાઓ બની રહી છે દિવસ રાત ચોર ઇસમો ઘટનાને અંજામ આપી ફરાર થઇ રહ્યા છે ત્યાં સામે પોલીસ પણ મુક પ્રેક્ષક બનીને તમાશો જોય રહી હોય તેવો ઘાટ ઉભો થયો છે.

ત્યારે વધુ એક ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં બનવા પામ્યો હતો સરથાણા સ્થિત યોગીચોક વિસ્તારમાં આવેલ તુલસી રો હાઉસમાં રેહતા સંજયભાઈ અકબરી હીરાના વ્યવસાય સાથે સંકળાયેલ છે જે પોતે ઘરેથી ટીફીન લઈને કામે ગયા હતા અને તેમના પત્ની પિયર મળવા ગયા હતા ત્યારે બે રાત્રીના સમયગાળા દરમિયાન ધાબા પરથી કોઈ અજાણ્યા ઇસમોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રાખેલ કબાટ તોડીને ૪૦ તોલા સોનું અને ૪૭ હજાર રૂપિયા રોકડા ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા જેની જાણ ઘર માલિકને થતા માલિકના માગ નીચે જમીન સરકી ગઈ હતી.

ઘટનાની જાણ સરથાણા પોલીસને થતા ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઘટના કઈ રીતે બની અને કેવી રીતે ચોરો એ ચોરીને અંજામ આપ્યો તે દિશામાં તપાસ શરૂ કરી હતી. જેમાં ખાસ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. જેનાથી કોઈ જાણભેદુ હોય તો તેની ઓળખ થઇ શકે કારણ કે અવર જવર વાળી સોસાયટીમાં એક જ મકાન બંધ હોય અને તેમાં ચોરી થાય તો સામાન્ય પણે શંકા થઇ શકે કે ચોરી કરનાર ઇસમોએ અગાવ થી જાણતા હતા હાલ તો સરથાણા પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુણ નોંધી તપાસ શરૂ કરી છે .

અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં અવારનવાર ચોરીના બનાવો બને છે અને ગુનેગારો પણ પકડાઈ છે ત્યારે હવે સરથાણા પોલીસે તાત્કાલિક પણે આ ચોરીનો ભેદ ઉકેલી કાઢે તે જરૂરી બન્યું છે

Latest Stories