સુરતમાં વધુ એક વખત રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે સુરતના ફૂલપાડા વિસ્તારમાં શ્વાને એક બાળકી પર હુમલો કર્યો હતો અને બાળકીના ગાલ પર બચકા ભર્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
સુરત શહેરમાં અવારનવાર રખડતા શ્વાનનો આતંક સામે આવી રહ્યો છે ભૂતકાળમાં પણ બાળકોને અને લોકોને બચકા ભર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી ચૂકી છે ત્યારે આવી જ એક વધુ ઘટના સુરતમાં સામે આવી છે.ફુલપાડા હંસ સોસાયટી નજીક એક બાળકી પર રખડતા શ્વાને હુમલો કર્યો હતો.બાળકી જેવી ઘરેથી નીકળી કે શ્વાને તેના પર હુમલો કરી બચકા ભર્યા હતા.
બીજી તરફ બાળકીને ગાલ પર ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.રહીશો દ્વારા આ મામલે મનપામાં ફરિયાદ કરવામાં આવી હતી જેથી શ્વાન પકડતી ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ શ્વાનને પકડી લીધો હતો. શ્વાન પકડાઈ જતા રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.
