New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/21184842/maxresdefault-107-210.jpg)
સુરત શહેરમાં લોકડાઉન દરમ્યાન થયેલ ખીચડી કૌભાંડને લઇ યુથ કોંગ્રેસ દ્વારા અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેમાં પાલિકા કચેરીની બહાર યુથ કોંગ્રેસના કાર્યકરોએ ખીચડી વહેંચી હતી. લોકડાઉન વેળા ગરીબ શ્રમિકો માટે ભોજનની વ્યવસ્થાના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરાયું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે, ત્યારે આ મુદ્દે પાલિકાના અધિકારીઓ દ્વારા આજદિન સુધી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. સમગ્ર કૌભાંડમાં સંમિલિત અધિકારીઓ અને નેતાઓને રૂપિયાની જરૂર હોવાનું કહીને યૂથ કોંગ્રેસ દ્વારા ભીખ માંગવાનો નવતર પ્રયોગ પણ કરાયો હતો. જોકે પાલિકા કચેરીની બહાર યુથ કોંગ્રેસના કાર્યકરો ખીચડીની દુકાન ખોલી લોકોને ખિચડી પીરસતા નજરે પડ્યા હતા.