સુરત : બીયરની બોટલ સાથે યુવાનોએ જાહેરમાં કેક કાપી જન્મદિવસની કરી ઉજવણી, વિડીયો થયો વાઇરલ

New Update
સુરત : બીયરની બોટલ સાથે યુવાનોએ જાહેરમાં કેક કાપી જન્મદિવસની કરી ઉજવણી, વિડીયો થયો વાઇરલ

સુરત શહેરના ભાઠેના વિસ્તારમાં યુવાનોએ બીયર સાથે ખુલ્લેઆમ જાહેરમાં કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

આજકાલ યુવાનો પોતાના તેમજ મિત્રોના જન્મદિવસની જાહેરમાં વારંવાર ઉજવણી કરી રહ્યા છે. જાહેરમાં કેક કાપી દારૂ અને બીયરની છોળો ઉડાવી જન્મદિવસની ઉજવણી કરતાં હોવાના ઘણા કિસ્સા અગાઉ બની ચૂક્યા છે, ત્યારે સુરત શહેરના ભાઠેના વિસ્તારમાં પણ કેટલાક યુવાનોએ બીયર સાથે ખુલ્લેઆમ જાહેરમાં કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી. જેમાં 10 જેટલા યુવાનો કેક કાપી અને બિયરની બોટલ ફોડી જન્મદિવસની ઉજવણી કરતાં જોવા મળી રહ્યા છે. જોકે જન્મદિવસની ઉજવણી વેળાનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે, ત્યારે વિડિયોના આધારે પોલીસે જન્મદિવસની ઉજવણી કરનાર લોકોની શોધખોળ આરંભી છે.

Latest Stories