/connect-gujarat/media/media_files/mBRVXftkWbIxVsy5NZyg.jpeg)
સુરત શહેરમાંATMમાં લોકોને પૈસા કઢાવવામાં મદદ કરવાના બહાનેATM કાર્ડ ચેન્જ કરી પીન/પાસર્વડ મેળવી છેતરપીંડી કરનાર આંતરરાજય ટોળકીના 2 શખ્સોને સુરતની કાપોદ્રા પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ગત તા. 9 જૂનના રોજ બપોરના 1.45 વાગ્યાના અરસામાં એક યુવક સુરત-કાપોદ્રાના હીરાબાગ રૂપાલી સોસાયટી પાછળ આવેલICICI બેંકનાATMમાં પૈસા ઉપાડવા ગયો હતો. તે વખતે એક અજાણ્યો ઇસમ આવીATMમાંથી પૈસા ઉપાડવાની મદદ કરવાના બહાને યુવકની જાણ બહારATM બદલી નાખ્યું હતું. ત્યારબાદ બહાર નીકળી બીજા એક અજાણ્યા ઇમસની બાઈક પર બેસી ફરાર થઈ ગયો હતો. યુવકની જાણ બહાર અલગ-અલગ જગ્યાએથીATM કાર્ડથી ખાતામાંથી 10 હજાર, 15 હજાર અને 9,330 મળી કુલ 34,330 રુપીયા ઉપાડી લઈ છેતરપીંડી આચરી હતી.
જેના પગલે યુવકે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન ગુન્હાને અંજામ આપનાર શખ્સો પપ્પુરામ અર્જુનલાલ જાટ અને પ્રભુલાલ ભેરુલાલ જાટને ઝડપી પાડ્યા હતા. પોલીસે આંતરરાજ્ય ગેંગના બન્ને શખ્સોને મુદામાલ, ઉપયોગ કરેલ બાઈક, અન્ય છેતરપીંડથી મેળવેલATM અને રોકડા રૂપીયા મળી 1,03,100 રૂપિયાના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે. પોલીસે બન્ને શખ્સો પાસેથી કુલ 48 ATM કાર્ડ જપ્ત કર્યા છે. આ સાથે જ પોલીસે સુરતના 3 ગુનાનો ભેદ પણ ઉકેલી કાઢ્યો છે. આંતરરાજ્ય ગેંગના આરોપી પપ્પુરામ અર્જુનલાલ જાટ રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. પપ્પુરામ સામે રાજસ્થાનમાં છેતરપિંડી, લૂંટ સહિતના 8 જેટલા ગુના નોંધાયેલા છે, જ્યારે અન્ય આરોપી પ્રભુલાલ સામે ગાંજાની હેરાફેરીનો ગુનો નોંધાયેલો છે.