સુરતમાં પૈસા ઉપાડવાના બહાને લોકો સાથે છેતરપિંડી આચરતા 2 શખ્સો ઝડપાયા

ગત તા. 9 જૂનના રોજ બપોરના 1.45 વાગ્યાના અરસામાં એક યુવક સુરત-કાપોદ્રાના હીરાબાગ રૂપાલી સોસાયટી પાછળ આવેલ ICICI બેંકના ATMમાં પૈસા ઉપાડવા ગયો હતો.

SRT ATM
New Update

સુરત શહેરમાં ATMમાં લોકોને પૈસા કઢાવવામાં મદદ કરવાના બહાને ATM કાર્ડ ચેન્જ કરી પીન/પાસર્વડ મેળવી છેતરપીંડી કરનાર આંતરરાજય ટોળકીના 2 શખ્સોને સુરતની કાપોદ્રા પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસારગત તા. 9 જૂનના રોજ બપોરના 1.45 વાગ્યાના અરસામાં એક યુવક સુરત-કાપોદ્રાના હીરાબાગ રૂપાલી સોસાયટી પાછળ આવેલ ICICI બેંકના ATMમાં પૈસા ઉપાડવા ગયો હતો. તે વખતે એક અજાણ્યો ઇસમ આવી ATMમાંથી પૈસા ઉપાડવાની મદદ કરવાના બહાને યુવકની જાણ બહાર ATM બદલી નાખ્યું હતું. ત્યારબાદ બહાર નીકળી બીજા એક અજાણ્યા ઇમસની બાઈક પર બેસી ફરાર થઈ ગયો હતો. યુવકની જાણ બહાર અલગ-અલગ જગ્યાએથી ATM કાર્ડથી ખાતામાંથી 10 હજાર15 હજાર અને 9,330 મળી કુલ 34,330 રુપીયા ઉપાડી લઈ છેતરપીંડી આચરી હતી.

જેના પગલે યુવકે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન ગુન્હાને અંજામ આપનાર શખ્સો પપ્પુરામ અર્જુનલાલ જાટ અને પ્રભુલાલ ભેરુલાલ જાટને ઝડપી પાડ્યા હતા. પોલીસે આંતરરાજ્ય ગેંગના બન્ને શખ્સોને મુદામાલઉપયોગ કરેલ બાઈકઅન્ય છેતરપીંડથી મેળવેલ ATM અને રોકડા રૂપીયા મળી 1,03,100 રૂપિયાના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે. પોલીસે બન્ને શખ્સો પાસેથી કુલ 48 ATM કાર્ડ જપ્ત કર્યા છે. આ સાથે જ પોલીસે સુરતના 3 ગુનાનો ભેદ પણ ઉકેલી કાઢ્યો છે. આંતરરાજ્ય ગેંગના આરોપી પપ્પુરામ અર્જુનલાલ જાટ રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. પપ્પુરામ સામે રાજસ્થાનમાં છેતરપિંડીલૂંટ સહિતના 8 જેટલા ગુના નોંધાયેલા છેજ્યારે અન્ય આરોપી પ્રભુલાલ સામે ગાંજાની હેરાફેરીનો ગુનો નોંધાયેલો છે.

#ATM #સુરત #પૈસા #છેતરપિંડી #ATM કાર્ડ
Here are a few more articles:
Read the Next Article