New Update
સુરતમાં બન્યો હતો બનાવ
લીંબાયત વિસ્તારનો બનાવ
યુવાનની કરવામાં આવી હતી હત્યા
5 આરોપીઓની ધરપકડ
અગાઉના ઝઘડાની રીસ રાખી હત્યા કરાય
કાપડનગરી સુરતના લીંબયત વિસ્તારમાં 24 વર્ષીય યુવકની હત્યાના મામલે પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના લિંબાયત વિસ્તારમાં 24 વર્ષીય યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ ગણતરીના કલાકોમાં જ હત્યાના કેસમાં પાંચ આરોપીઓને ઝડપી લીધા છે.
પકડાયેલા આરોપીઓમાં મુખ્ય આરોપી વિશાલ ગોરખ વાઘ તથા ઓમ ગિરાશે સહિત કુલ પાંચ શખસોનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે મૃતક જયેશ પટેલ દ્વારા અગાઉ આરોપીના મિત્રની હત્યા કરવામાં આવી હતી. એટલું જ નહીં, મુખ્ય આરોપી વિશાલ વાઘની માતા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને આરોપીઓ મનમાં અદાવત રાખી રહ્યા હતા.
31 ડિસેમ્બરની મોડી સાંજે મૃતક જયેશ પટેલ અને તેનો મિત્ર વિશાલ લિંબાયત વિસ્તારમાં આવેલી એક દુકાન પર ચા પીવા માટે ઊભા હતા એ સમયે ત્યાંથી પસાર થતા વિશાલ વાઘ અને તેના સાગરીતોની નજર જયેશ પટેલ પર પડી હતી. જૂની અદાવતને કારણે આરોપીઓએ જયેશ પટેલ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.હત્યાની ઘટના બાદ લિંબાયત પોલીસે ઝડપી કાર્યવાહી કરી અને પાંચેય આરોપીઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Latest Stories