સુરત : સ્મીમેર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતી મહિલા તબીબનું ડેન્ગ્યુના કારણે મોત

મહિલા તબીબનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરિવારને જાણ થતાં તેઓ ધારાને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તે વેન્ટિલેટર પર હતી.

New Update

સ્મીમેર મેડિકલ કોલેજના હોસ્ટેલની ઘટના

રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યુના કારણે મોત થયું

અમદાવાદની 24 વર્ષીય ધારા ચાવડાનું મોત

ડો. ધારાનો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

ડેન્ગ્યુના કેસ ઝડપથી વધતાં તંત્રની દોડધામ

સુરત શહેરમાં પાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતી અને એનેસ્થેસિયાનો અભ્યાસ કરતી પ્રથમ વર્ષની રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુના કારણે મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસારમૂળ અમદાવાદની 24 વર્ષીય ધારા ચાવડા સુરતની સ્મીમેર હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. 3-4 દિવસથી ધારાને તાવ આવતો હતો. રવિવારે ઉલટી થતાં બાદ તબિયત વધુ લથડતા સ્મીમેરમાં દાખલ કરવામાં આવી હતીજ્યાં ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરિવારને જાણ થતાં તેઓ ધારાને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તે વેન્ટિલેટર પર હતી.

આ દરમિયાન તેની યાદશક્તિ ઓછી થઈ ગઈ હતી. તેમજ ચક્કર આવતા હતા. જોકેસારવાર દરમિયાન માત્ર 6 કલાકમાં જ તેની તબિયત એટલી બગડી ગઈ કેતેનું મોત થઈ ગયું હતું. ડો. ધારાનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

પરંતુ તેણીને બીજી ઘણી તકલીફો હતી. તેને લીવર ફેલ્યોર અને હાર્ટની સમસ્યા પણ હતીજ્યારે તેને તાવ આવ્યો ત્યારે તેણે જાતે જ દવા લીધીજેનાથી કેસ વધુ બગડ્યોજો તેણે તેના વરિષ્ઠોને અથવા ઈન્ચાર્જને કહ્યું હોત તો કદાચ તે જ સમયે ટેસ્ટ કરાવ્યા પછી વધુ સારી સારવાર થઈ શકી હોત. અત્રે ઉલ્લેખનીય છે કેમૃતક તબીબની હોસ્ટેલમાં ગંદકી સહિત મચ્છરોનો ઉપદ્રવ પણ વધારે જોવા મળ્યો છેત્યારે વાઇરલ ફીવર વચ્ચે ડેન્ગ્યુના કેસ ઝડપથી વધતાં તંત્રની દોડધામમાં પણ વધારો થયો છે.

#Dengue Fever #SMIMER Hospital #ડેન્ગ્યું કેસ #Surat Smimer Hospital #dengue cases #dengue #ડેન્ગ્યુ #Women Doctor Death #Medical College #સ્મીમેર મેડિકલ કોલેજ #Dengue Dieses
Here are a few more articles:
Read the Next Article