"નો ડ્રગ્સ ઇન સુરત સીટી" અભિયાન અંતર્ગત કામગીરી
અડાજણ વિસ્તારમાં SOG પોલીસને મળી મોટી સફળતા
374 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
ગાંજો, મોબાઈલ, વજન કાંટો સહિતનો મુદ્દામાલ જપ્ત
રૂ. 14.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસની કાર્યવાહી
સુરત શહેરના અડાજણ વિસ્તારના હનીપાર્ક રોડ પરથી રૂ. 13 લાખથી વધુની કિંમતના 374 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે SOG પોલીસે એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
"નો ડ્રગ્સ ઇન સુરત સીટી" અભિયાન અંતર્ગત છેલ્લા ઘણા સમયથી સુરત શહેર તથા જીલ્લામાં પોલીસ દ્વારા અનેક ગુન્હાઓનો પર્દાફાશ થયો છે, ત્યારે આ અભિયાન અંતર્ગત સુરત SOG પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. અડાજણ વિસ્તારના હનીપાર્ક રોડ પરથી પોલીસે રૂ. 13 લાખથી વધુની કિંમતના 374 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી. આરોપી સૌરવ ચૌહાણ સાંઇરામ રો-હાઉસમાં રહેતા આગમ ઉત્તમ પટેલને ત્યાં ગાંજાની ડિલિવરી આપવા આવ્યો હતો.
ડ્રગ્સનો જથ્થો સૌરવને મુખ્ય આરોપી રિષભ મહનોત દ્વારા ડિલિવરી આપવા માટે કહ્યું હતું. ઝડપાયેલા આરોપી સૌરવ કાપડના વ્યવસાય સાથે પણ સંકળાયેલો હતો. સુરત SOG પોલીસે હાઇબ્રિડ ગાંજો, મોબાઈલ, વજન કાંટો સહિત રૂ. 14.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 2 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.