સુરત : મજુરાગેટ ફ્લાયઓવર બ્રિજ પર પતંગની ધારદાર દોરીથી એક વ્યક્તિનું ગળું કપાયું...

ઉત્તરાયણ પર્વને હજુ થોડા દિવસો બાકી છે, પરંતુ તે પહેલા જ સુરતમાં પતંગની કાતિલ દોરીનો કહેર શરૂ થઈ ગયો શહેરમાં વાહનચાલકોના ગળા કપાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે

New Update
  • ઉત્તરાયણ પર્વ પહેલા જ પતંગની દોરીનો કહેર

  • શહેરના મજુરાગેટ ફ્લાયઓવર બ્રિજ પરની ઘટના

  • પતંગની ધારદાર દોરીથી એક વ્યક્તિનું ગળું કપાયું

  • લોહીલુહાણ હાલતમાં વ્યક્તિ પડી જતા લોકો દોડ્યા

  • ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો 

સુરત શહેરના મજુરાગેટ ફ્લાયઓવર બ્રિજ પતંગની ધારદાર દોરી ગળે ફેરવાય જતાં ગંભીર રીતે ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ઉત્તરાયણ પર્વને હજુ થોડા દિવસો બાકી છેપરંતુ તે પહેલા જ સુરતમાં પતંગની કાતિલ દોરીનો કહેર શરૂ થઈ ગયો છે. શહેરમાં વાહનચાલકોના ગળા કપાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસારઅડાજણ વિસ્તારમાં ભક્તિધામ સોસાયટીમાં રહેતા 45 વર્ષીય પશુપતિસિંહ મજૂરાગેટ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. તે જ સમયે અચાનક પતંગની ઘાતક દોરી તેમના ગળા પર વાગી હતીજેના કારણે તેમને ગંભીર ઈજા થઈ હતી. દોરી વાગતાં પશુપતિસિંહ લોહીલુહાણ હાલતમાં બ્રિજ પર જ પડી ગયા હતા.

બનાવના પગલે અન્ય વાહન ચાલકો અને રાહદારીઓનું ટોળું ઘટનાસ્થળે એકઠું થયું હતું. ત્યારબાદ ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફતંત્ર દ્વારા ઉતરાયણ પૂર્વે બ્રિજ પર તાર લગાડવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

Latest Stories