સુરતને સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્ર હરોળમાં લાવનારા બંછાનિધી પાનીએ વડોદરાના મ્યુનિ. કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો

સુરતને સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્ર હરોળમાં લાવનારા બંછાનિધી પાની નિર્ધારિત સમય પહેલા વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ સભાળ્યો હતો.

New Update
સુરતને સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્ર હરોળમાં લાવનારા બંછાનિધી પાનીએ વડોદરાના મ્યુનિ. કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો

સુરતને સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્ર હરોળમાં લાવનારા બંછાનિધી પાની નિર્ધારિત સમય પહેલા વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળી લોકોને ચોકાવી દીધા છે, ત્યારે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ સ્વચ્છતા સર્વેક્ષણમાં દર વર્ષે પાછળ ધકેલાતા વડોદરાને અગ્રેસર લાવવાની વાત કરી હતી.

સુરતને સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્ર હરોળમાં લાવનારા બંછાનિધી પાની નિર્ધારિત સમય પહેલા વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ સભાળ્યો હતો.તેમણે મેયર કેયુર રોકડિયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. વડાપ્રધાન મોદીની અગાઉની મુલાકાત બાદ રાજ્યના 2 મ્યુનિસિપલ કમિશનરની આંતરિક બદલી કરવામાં આવી હતી. જેમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી. તથા સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીની વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી, ત્યારે બંછાનિધી પાનીએ સોમવારના રોજ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. બંછાનિધી પાનીએ પહેલા જ દિવસે પાલિકામાં સરપ્રાઇઝ આપી છે. તેઓ સવારે 10:30 કલાકે પાલિકાની કચેરીમાં આવવાના હતા. પરંતુ તેઓ સવારે 10 વાગ્યા પહેલા જ કચેરીએ પહોંચ્યા હતા. જેથી તમામ અધિકારીઓ ચકિત રહી ગયા હતા. મેયર સાથેની મુલાકાત બાદ વિવિધ વિભાગના વડાઓ સાથે રિવ્યુ મિટીંગ હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ વડોદરાના વિકાસને લઇ પોતાનું વિઝન વ્યક્ત કટયું હતું.

Latest Stories