શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપનીમાંથી વાહન લોન લઈને હપ્તા ન ભરતા ત્રણ આરોપીને કોર્ટે સજા ફટકારી

શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ લિ.ના વકીલ એમ.ડી.કતારીયાની ધારદાર દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપી દિપક ચૌધરીને એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો

New Update
Shree Ram Transport Finance Company
શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપની માંથી વ્હીકલ લોન લઈને હપ્તા ન ભરતા જુદા જુદા કેસમાં ત્રણ આરોપીઓને કોર્ટે સજાનો હુકમ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના માંડવી ખાતે રહેતા દિપક ચંદ્રકાંત ચૌધરીનાઓ એ શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ લિ.માંથી લોન લઈને ટ્રક ખરીદી હતી.પરંતુ લોનનાં હપ્તા તેઓ સમયસર ભરી શક્યા ન હતા.અને ફાઇનાન્સ કંપનીને હપ્તા પેટે આપેલો રૂપિયા 1 લાખનો ચેક પણ રિટર્ન થયો હતો.
જે અંગેનો કેસ બારડોલી એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટક્લાસ જજ જયેશ એલ.પરમારની કોર્ટમાં ચાલી ગયો હતો. અને ફરિયાદી શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ લિ.ના વકીલ એમ.ડી.કતારીયાની ધારદાર દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપી દિપક ચૌધરીને એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. અને કંપનીને રૂપિયા 1 લાખ સમયમર્યાદમાં ચૂકવી આપવા માટે હુકમ કર્યો હતો,જો આરોપી આ લોનના રૂપિયા ન ચૂકવી શકે તો વધુ 6 માસની સાદી કેદની સજાનો હુકમ કોર્ટે કર્યો હતો.
જ્યારે અન્ય બે કેસનાં અંકલેશ્વર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.એન.શ્રીવાસ્તવ ની કોર્ટમાં સુનાવણી થઇ હતી.જેમાં આરોપી અબ્દુલ હિંમતભાઇ મલેક દ્વારા શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ લિ.માંથી આઇસર ટેમ્પો ખરીદ્યો હતો,અને લોનના હપ્તા સમયસર ન ભરતા તેમજ કંપનીને આપેલો રૂપિયા 17 લાખનો ચેક પણ રિટર્ન થયો હતો,જે કેસમાં ફાઇનાન્સ કંપનીના વકીલ પી સી રાજપૂત દ્વારા દલીલો કરવામાં આવી હતી.
જેને કોર્ટે માન્ય રાખીને આરોપી અબ્દુલ મલેકને એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો,અને 60 દિવસમાં ફાઇનાન્સ કંપનીને રૂપિયા 17 લાખ ચૂકવી આપવા માટે હુકમ કરવામાં આવ્યો હતો,જો સમયમર્યાદામાં આ રૂપિયા ન ચૂકવે તો વધુ બે માસની સાદી કેદની સજાનો હુકમ પણ કોર્ટે કર્યો હતો.
આ ઉપરાંત વાલિયા તાલુકાના કરા ગામના રહેવાસી નરસિંહ સોમસિંહ કોસમીયા દ્વારા શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ માંથી સોનાલિકા ટ્રેક્ટર માટે લોન લીધી હતી,પરંતુ સમયસર લોનના હપ્તા ન ભરતા અને કંપનીને આપેલો રૂપિયા 2.50 લાખનો ચેક પણ બેંક માંથી રિટર્ન થતા આ અંગેનો કેસ અંકલેશ્વર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.એન.શ્રીવાસ્તવ ની કોર્ટમાં ચાલી ગયો હતો,અને ફરિયાદી ફાઇનાન્સ કંપની તરફે વકીલ એન.આર.પંચાલ દ્વારા દલીલો કરવામાં આવી હતી.
જે દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખીને આરોપી નરસિંહ કોસમિયાને પણ એક વર્ષની સાદી કેદની સજા તેમજ 60 દિવસમાં રૂપિયા 2.50 લાખ ફાઇનાન્સ કંપનીને ચૂકવી દેવાનો હુકમ કર્યો હતો,જો સમયમર્યાદામાં આ રૂપિયા ન ચૂકવે તો વધુ 2 માસની સાદી કેદની સજાનો હુકમ પણ કોર્ટે કર્યો હતો.
Latest Stories