New Update
DGVCLના કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન
વીજકર્મીઓનો વિવિધ માંગણીઓને લઈને વિરોધ
અકસ્માત અંગે ચિંતા વ્યક્ત કરતા વીજકર્મી
24 કલાકમાં બે અકસ્માતોની ઘટનાને લઈને વિરોધ
ઓછો સ્ટાફ અને નિયમ વિરુદ્ધનું કામ કરાવવાનો આક્ષેપ
સુરતના અમરોલી અને પાલનપોર વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.માં ફરજ દરમિયાન અકસ્માતમાં કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા,જોકે સર્જાયેલા અકસ્માત બાદ વીજ કંપનીના અધિકરીઓ કે મેનેજમેન્ટ દ્વારા કોઈ જવાબદારી સ્વીકારવામાં આવી ન હોવાના આક્ષેપ વીજ કર્મચારીઓએ કર્યા હતા.ત્યારે 24 કલાકમાં બે અકસ્માતોની ઘટનાને ધ્યાનમાં રાખીને રાંદેર અને ઓલપાડ ડિવિઝનના કર્મચારીઓએ DGVCLની વેસુ ઓફિસ પર એકત્ર થઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો,તેમજ વીજ કંપનીમાં ઓછો સ્ટાફ અને નિયમ વિરુદ્ધનું કામ કરાવવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો પણ વીજકર્મીઓએ કર્યા હતા.
Latest Stories