Connect Gujarat
સુરત 

રાજ્યમાં સૌપ્રથમ વખત સુરતની લાજપોર જેલના બંદીવાનોએ બનાવ્યા પેન્ટિંગ, ગૃહમંત્રીના હસ્તે ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન

X

ગુજરાતમાં સૌપ્રથમ વખત સુરતની લાજપોર જેલના બંદીવાનો દ્વારા પેન્ટિંગ બનાવવામાં આવ્યા છે, ત્યારે અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ કોલેજ ખાતે આ પેન્ટિંગ એકિઝબિશનનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

સુરતની લાજપોર જેલમાં બંધ કેદીઓ પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે તે માટે અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં સૌપ્રથમ વખત જેલના બંદીવાનો દ્વારા પેન્ટિંગ બનાવવામાં આવ્યા છે. જેમાં ભારતની સંસ્કૃતિ, રાષ્ટ્રીય નેતાઓ સહિત ધાર્મિક વિવિધ 132 જેટલા પેઇન્ટિંગ પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે, ત્યારે આ પેન્ટિંગ એકિઝબિશનનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેલની અંદર ડાયમંડ ઉદ્યોગ, લુમ્સ કારખાનું સહિત ગૃહ ઉદ્યોગો ચલાવવામાં આવે છે. આ 132 પેન્ટીગ અઠવાગેટ વનિતા વિશ્રામ કોલેજમાં પ્રદર્શન મુકવામાં આવ્યા છે. આ પ્રસંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોને અને શહેરીજનોને પેઇન્ટિંગ ખરીદવા અપીલ કરી હતી. આ પેઇન્ટિંગમાંથી મળતી આવકમાંથી 50% કેદીઓને આપવામાં આવશે, જ્યારે 50% કેદી વેલ્ફર ફંડમાં જમા થશે, તેવું આયોજન કરવામાં આવ્યું છે.

Next Story