સુરત :  ચૌટા પુલ પાસે ફૂટપાથ પરથી ચાર વર્ષના બાળકનું અપહરણ,પોલીસે અપહ્યત બાળકને હેમખેમ મુક્ત કરાવ્યું

સુરતના ચૌટા પુલ પાસેથી અપહરણ કરી મહિલા દ્વારા બાળકને વલસાડ લઇ જવામાં આવ્યો હતો.પોલીસે અપહરણકર્તા મહિલાની ચુંગાલમાંથી બાળકને હેમખેમ છોડાવ્યું

New Update
  • ચાર વર્ષના બાળકના અપહરણનો મામલો

  • ચૌટા પુલ ફૂટપાથ પરથી થયું હતું અપહરણ

  • પોલીસે બાળકને હેમખેમ મુક્ત કરાવ્યું

  • વલસાડમાંથી અપહરણકર્તા મહિલાની ધરપકડ

  • મહિલાને બાળક ન થતા ભર્યું હતું પગલું 

સુરત શહેરના ચૌટા પુલ પાસેથી શ્રમિક પરિવારના ચાર વર્ષીય બાળકના અપહરણની ઘટના પ્રકાશમાં આવી હતી.જે બનાવ અંગે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.અને પોલીસે 500થી 700 સીસીટીવી ફૂટેજના આધારે ઝીણવટ ભરી તપાસ કરી હતી. 4 પોલીસ ઇન્સ્પેક્ટર સાથેની જુદી જુદી ટીમ દ્વારા સઘન તપાસ કરવામાં આવતા પોલીસને અપહરણના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.જેમાં પોલીસે બાળકનું અપહરણ કરનાર સુરેખા સંજયભાઈ નાયકા નામની મહિલાની ધરપકડ કરી હતી.

સુરતથી અપહરણ કરી મહિલા દ્વારા બાળકને વલસાડ લઇ જવામાં આવ્યો હતો.પોલીસે અપહરણકર્તા મહિલાની ચુંગાલમાંથી બાળકને હેમખેમ છોડાવ્યું હતું,અને પોલીસ તપાસમાં મહિલા એક પુરુષ સાથે સંબંધમાં રહેતી હતી,પરંતુ તેને બાળક ન થતા ફૂટપાથ પરથી બાળકનું અપહરણ કર્યું હતું.

Latest Stories