Connect Gujarat
સુરત 

"હાય રે મોંઘવારી" સુરતમાં મોંઘવારીના ગરબા બન્યા આકર્ષણનું કેન્દ્ર

મહિલાઓ પેટ્રોલ-ડીઝલ, ગેસનો બોટલ, ખાદ્ય સામગ્રી સાથે રાખીને ગરબે રમ્યા હતા

X

મોંઘવારીએ મુદ્દે સુરતમાં અનોખી રીતે સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. મહિલાઓ પેટ્રોલ-ડીઝલ, ગેસનો બોટલ, ખાદ્ય સામગ્રી સાથે રાખીને ગરબે રમ્યા હતા. દેશભરમાં વધતાં પેટ્રોલ-ડીઝલ સહિત ખાદ્ય સામગ્રીના ભાવના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એક બાજુ નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ત્યારે વધતી જતી મોંઘવારીને લઈને મહિલાઓનો આક્રોશ સામે આવી રહ્યો છે.

સુરતમાં મહિલાઓએ અનોખી રીતે મોંઘવારીનું પ્રદર્શન કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો. શહેરની સતનારાયણ સોસાયટી ખાતે મોંઘવારીની થીમ રાખીને વિશેષ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગરબામાં પેટ્રોલ, ડીઝલ, ગેસ, ખાદ્યતેલ ઘરની ચીજવસ્તુઓ લઈને મહિલાઓએ ગરબે ઘૂમયા હતા. મહિલાઓ બાળકો તેમજ પુરુષોએ મોંઘવારી લઈને દેખાવો કર્યા અને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે મોંઘવારી ગરબાની આ ટીમે સુરત અને રાજ્યમાં આકર્ષણ જમાવ્યું હતું. સાથે સાથે બાળકોએ મોંઘવારીના સુત્રોનુ સ્લોગન લઈને ગરબે ઘૂમયા હતા.

Next Story