તારીખ 21 નવેમ્બર 2023 ની તારીખ નિર્ધારીત કરી દેવામાં આવી છે. સુરત-મુંબઈની કુલ 190 મોટી કંપનીઓએ સુરત ડાયમંડ બુર્સમાં ઓફીસ અને હીરાના ટ્રેડીંગની કામગીરી શરૂ કરવાની જાહેરાત કરી હતી.
દિવાળી પછી 21 નવેમ્બરના શુભ દિવસથી અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ સુરત ડાયમંડ બુર્સનો શુભારંભ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહી શકે છે. સુરત ડાયમંડ બુર્સ ખાતે વધુ ૧૬૦ કંપનીઓ ૨૧ નવેમ્બરથી વેપાર આરંભ થશે. અગાઉ ૧૯૦ હીરાની કંપનીઓએ ડાયમંડ બુર્સ ખાતે ઓફિસ શરૂ કરવા સહમતી આપી છે.
હાલ ચર્ચા એવી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 નવેમ્બરે ડાયમંડ બુર્સ ઉપરાંત એરપોર્ટ, સુરત રેલવે સ્ટેશન ઉપરાંત અન્ય લોજીસ્ટિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં પ્રોજેક્ટસના પણ લોકાર્પણ કરે એવી શક્યતા છે. સુરત ડ્રિમ સિટીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સુરત ડાયમંડ બુર્સ બનીને તૈયાર છે.
અત્યારે 5,55,720 સ્કવેર ફૂટ એરિયામાં આવેલી ઓફિસોનું ઇન્ટીરીયરનું કામ પુર્ણ થવાના આરે છે. સુરત ડાયમંડ બુર્સમાં 4600 ઓફિસ રૂપિયા 3,000 કરોડના ખર્ચે બાંધવામાં આવેલી SDBમાં અંદાજે 4,500 ઓફિસોનો સમાવેશ થાય છે. અત્યારે 350 ડાયમંડ કંપનીઓએ 21 નવેમ્બરથી વેપાર શરૂ કરવાની તૈયારી દર્શાવી છે.