સુરત : મહાનગરપાલિકાને ગુજરાત રાજ્ય માનવાધિકાર આયોગનું સમન્સ, પુણામાં પ્રાથમિક સુવિધાના અભાવ અંગે થઈ હતી રજૂઆત

સુરત શહેરના પુણા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા વિકસાવવામાં મહાનગરપાલિકાના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી જેને લઈ પિટિશન દાખલ કરવામાં આવી હતી

New Update
  • SMCને માનવાધિકાર આયોગનું તેડું 

  • માનવાધિકાર આયોગે પાઠવ્યું છે સમન્સ

  • જાગૃત નાગરિકે કરી હતી પિટિશન દાખલ

  • પુણામાં પ્રાથમિક સુવિધાનો છે અભાવ

  • આયોગમાં કરવામાં આવી હતી રજૂઆત   

સુરત શહેરના પુણા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવ હોવાની અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી,જેને પગલે ગુજરાત રાજ્ય માનવાધિકાર આયોગ દ્વારા મહાનગરપાલિકાને સમન્સ પાઠવતા અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે.

સુરત શહેરના પુણા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા વિકસાવવામાં મહાનગરપાલિકાના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી,જેમાં સ્થાનિક જાગૃત નાગરિક કુલદીપ ગોહિલ દ્વારા 21 માર્ચના રોજ ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી.જે અંગે ગુજરાત રાજ્ય માનવાધિકાર આયોગ દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને સમન્સ પાઠવવામાં આવ્યું છે,અને 26 જૂનના રોજ બપોરના 1 કલાકે આયોગની કોર્ટ સમક્ષ હાજર થવા અંગે જણાવવામાં આવ્યું છે.માનવાધિકાર આયોગના સમન્સને પગલે મનપા અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે.  

જાગૃત નાગરિક કુલદીપ ગોહિલ દ્વારા કરવામાં આવેલી પિટિશનમાં મહાનગરપાલિકાના તંત્ર સામે આક્ષેપ કરવામાં આવ્યા છે કે વર્ષ 2006થી મનપામાં સામેલ પૂણામાં આટલા વર્ષો પછી પણ પ્રાથમિક સુવિધાનો અભાવ રહ્યો છે.આ વિસ્તારમાં શાંતિ કુંજશૌચાલય અને વાંચનાલય સહિતની સુવિધાનો અભાવ હોવાની રજૂઆત તેઓએ કરી હતી.આ ઉપરાંત

પુણાગામ ટીપી 20 પ્રિલીમ થઈ ગયા બાદ પણ પાર્કિંગની જગ્યા પર ખાણી પીણીની લારીઓપાનના ગલ્લાફૂડ પ્લાઝા મોડી રાત સુધી ચાલુ રહેતા હોવાની ફરિયાદ કરી હતી.

Latest Stories