સુરત : બોમ્બે માર્કેટ કચરા ડેપો પર કર્મચારીઓનો ભારે હોબાળો, 200 પરિવારોની રોજીરોટી પર સંકટ!

200થી વધુ ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનના કર્મચારીઓને નવા કોન્ટ્રાક્ટર દ્વારા અચાનક છૂટા કરી દેવામાં આવતા કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

New Update
  • SMCના સફાઈ કર્મચારીઓનો હોબાળો

  • 15 વર્ષથી સેવા આપતા કામદારોમાં રોષ

  • 200થી વધુ કામદારોને એકાએક છૂટા કરાયા

  • નવા કોન્ટ્રાક્ટરે કામદારોને છુટા કરી દીધા

  • SMC ડેપો પર કામદારોના ગંભીર આક્ષેપો 

સુરતના બોમ્બે માર્કેટમાં SMC કચરા ડેપો પર સફાઈ કર્મચારીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. છેલ્લા 15 થી 20 વર્ષથી શહેરને સ્વચ્છ રાખવાનું કામ કરતા 200થી વધુ ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનના કર્મચારીઓને નવા કોન્ટ્રાક્ટર દ્વારા અચાનક છૂટા કરી દેવામાં આવતા કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સુરતના બોમ્બે માર્કેટ વિસ્તારમાં આવેલા SMC કચરા ડેપો પર આજે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી. છેલ્લા 15 થી 20 વર્ષથી શહેરને સ્વચ્છ રાખવાનું કામ કરતા 200થી વધુ ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનના કર્મચારીઓને નવા કોન્ટ્રાક્ટર દ્વારા અચાનક છૂટા કરી દેવામાં આવતા કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સુરતના બોમ્બે માર્કેટ SMC કચરા ડેપો પર મોટી સંખ્યામાં કામદારોએ  પોતાના હક માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ કામદારો છેલ્લા દોઢ-બે દાયકાથી સુરતના ઘરે-ઘરે જઈને કચરો ઉઘરાવવાનું કામ કરે છે. પરંતુ નવા કોન્ટ્રાક્ટર આવતા જ આ 200થી વધુ કર્મચારીઓને આગામી 25 તારીખથી નોકરી પર ન આવવા માટેનું ફરમાન સંભળાવી દેવામાં આવ્યું છે.

કર્મચારીઓનો આરોપ છે કે તેઓ વર્ષોથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છેતેમ છતાં નવા કોન્ટ્રાક્ટરે માનવતા નેવે મૂકી તેમને છૂટા કરી દીધા છે. એટલું જ નહીંવિરોધ કરી રહેલા કર્મચારીઓએ એવો ગંભીર આક્ષેપ પણ કર્યો છે કે તેમના શાંતિપૂર્ણ પ્રદર્શનને દબાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા બહારના ગુંડા તત્વોને ડેપો પર બોલાવી તેમને ધમકાવવામાં આવી રહ્યા છે.

હાલ તો આ મામલે ડેપો પર પોલીસ બંદોબસ્ત અને તણાવપૂર્ણ માહોલ છે. 200 પરિવારોના મોઢામાંથી કોળિયો છીનવાતા હવે આ લડાઈ ઉગ્ર બને તેવા એંધાણ વર્તાય રહ્યા છે. ત્યારે જોવાનું એ રહે છે કે સુરત મહાનગરપાલિકા આ મામલે મધ્યસ્થી કરી ગરીબ કામદારોને ન્યાય અપાવે છે કે કેમ? 

Latest Stories