વરાછા વિસ્તારના અટલજી નગરમાં ગટરના પાણી ફરી વળ્યા
વિવિધ સોસાયટીઓમાં પાણી રસ્તે ફરી વળતાં લોકોને હાલાકી
ગટરના પાણી ફરી વળતાં સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળ્યો
સમગ્ર મામલે સ્થાનિકોએ વહીવટી તંત્રને રજૂઆત પણ કરી
નિરાકરણ નહીં આવતા સ્થાનિકો ગંદકી વચ્ચે રહેવા મજબૂર
સુરત શહેરના વરાછા વિસ્તારના અટલજી નગરની વિવિધ સોસાયટીઓમાં ગટરના પાણી રસ્તે ફરી વળતાં સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સુરત શહેરના વરાછા વિસ્તારના અટલજી નગરની વિવિધ સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટર માથાના દુખાવા સમાન બની રહી છે.
ઠેર ઠેર ગટરના દુર્ગંધ મારતા પાણી ફરી વળતાં લોકોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. આસપાસની સોસાયટીમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ફેલાવો થઈ રહ્યો છે, ત્યારે સ્થાનિકોએ તંત્ર, ધારાસભ્ય સહિત કોર્પોરેટરોને અનેક વખત આ મામલે રજૂઆત પણ કરી છે. તેમ છતાં આજદિન કોઈ નિરાકરણ નહીં આવતા સ્થાનિકો ગટરના ગંદા પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે.