સુરત: કોસંબામાં ૧૦૩ કિલો વજન ધરાવતી માતાએ ૪ કિલો વજન ધરાવતા સ્વસ્થ બાળકને જન્મ આપ્યો

૧૦૩ કિલો વજન ધરાવતી મહિલાએ ૪ કિલો વજન ધરાવતા તંદુરસ્ત બાળકને જન્મ આપી શારીરિક તકલીફો ધરાવતી મહિલાઓમાં આશાનું કિરણ જગાવ્યું

New Update
સુરત: કોસંબામાં ૧૦૩ કિલો વજન ધરાવતી માતાએ ૪ કિલો વજન ધરાવતા સ્વસ્થ બાળકને જન્મ આપ્યો

મનુષ્ય જીવને પૃથ્વીલોક પર અવતરવા કુદરતે ફક્ત માતાની કુખ નામનો માર્ગ આપ્યો છે. ૯ મહિનાની તપસ્યા અને અસહ્ય દર્દ થકી માતાની કુખથી એક બાળકનો જન્મ થતો હોય છે. આજના જમાનામાં જંકફૂડ, પોતાના ભાવિને ઉજ્જવળ કરવાની હોડ, શારીરિક તકલીફો સહિતના અન્ય કારણોસર કેટલીક મહિલાઓને ગર્ભની ચિંતાઓ સતાવતી રહેતી હોય છે ત્યારે કોસંબાની કેર એન્ડ ક્યોર હોસ્પિટલમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે..

મધ્યમ વર્ગીય ૨૩ વર્ષિય અને ૧૦૩ કિલો વજન ધરાવતી મહિલાએ ૪ કિલો વજન ધરાવતા તંદુરસ્ત બાળકને જન્મ આપી શારીરિક તકલીફો ધરાવતી મહિલાઓમાં આશાનું કિરણ જગાવ્યું છે. સામાન્ય રીતે ૩ કિલો વજનના બાળકો નોર્મલ ડિલિવરી કે સિઝેરિયન ડિલિવરી દ્વારા જન્મ લેતા હોય છે. ત્યારે ૪ કિલો વજન ધરાવતા બાળકની નોર્મલ ડિલિવરી કરાવવી તે તબીબી ક્ષેત્રે એક સિદ્ધિ જ ગણી શકાય. આ વાત આસપાસના પંથકમાં પહોંચતા લોકોમાં કુતુહલ જાગ્યું હતું અને તબીબી ક્ષેત્ર થકી નવી ક્રાંતિઓ બાબતે ગર્ભની ચિંતાને લઈ નિરાશ થતા દંપતિઓમાં એક આશા ઉદભવી છે.

Latest Stories