સુરત : ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગ કૌભાંડમાં બેંકના 3 કરંટ એકાઉન્ટમાં એક વર્ષમાં 31 કરોડના થયા ટ્રાન્ઝેક્શન,પોલીસે એક આરોપીની કરી ધરપકડ

ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરીને રોકડા રૂપિયા મેળવવાના બહાને લોકો સાથે છેતરપિંડી આચરીને કરોડોના ટ્રાન્ઝેક્શન કરવાના એક મોટા કૌભાંડનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો

New Update
  • ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગ કૌભાંડનો પર્દાફાશ

  • સુરત પોલીસને મળી મોટી સફળતા

  • કરંટ એકાઉન્ટથી આચરવામાં આવતું હતું કૌભાંડ

  • એક વર્ષમાં 31 કરોડના કર્યા ટ્રાન્ઝેક્શન

  • પોલીસે એક આરોપીની કરી ધરપકડ 

સુરતમાં આર્થિક ક્રાઇમમાં વધારો જોવા મળી રહ્યો છે,પોલીસે ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરીને રોકડા રૂપિયા મેળવવાના બહાને લોકો સાથે છેતરપિંડી આચરીને કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે,અને એક આરોપીની ધરપકડ કરી છે,પોલીસ તપાસમાં એક વર્ષમાં 31 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું જાણવા મળ્યું છે.

ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરીને રોકડા રૂપિયા મેળવવાના બહાને લોકો સાથે છેતરપિંડી આચરીને કરોડોના ટ્રાન્ઝેક્શન કરવાના એક મોટા કૌભાંડનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે એક SITની રચના કરીને તપાસ હાથ ધરી હતીજેમાં 31 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે. આ કેસમાં પોલીસે એક આરોપી સતીશ વાવલીયાની ધરપકડ કરી છેજ્યારે અગાઉ એક આરોપી હાર્દિક વાવલીયા પણ ઝડપાઈ ચૂક્યો છે. આ કૌભાંડનો મુખ્ય સુત્રધાર મયુર તળાવીયા હજુ પણ વોન્ટેડ છે.

આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે 21 જાન્યુઆરી2025ના રોજ સુરત પોલીસની ઝોન-1ની ટીમે સરથાણાકાપોદ્રાપુણાવરાછા અને સારોલી પોલીસ સાથે મળીને એક સાયબર ડ્રાઇવનું આયોજન કર્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન સરથાણા અને યોગીચોક વિસ્તારમાં આવેલા શોપિંગ મોલ અને ઓનલાઇન બિઝનેસ કરતી ઓફિસોમાં સાયબર ક્રાઇમની પ્રવૃત્તિઓ અંગે તપાસ કરવામાં આવી હતી. યોગીચોકના પવિત્રા પોઇન્ટમાંથી એક ઓફિસમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે આ ઓફિસમાં તપાસ કરતા 250 જેટલા ક્રેડિટ કાર્ડ20 બેંક એકાઉન્ટ10 સ્વાઇપિંગ મશીન અને મોટી માત્રામાં પાસબુક મળી આવી હતી.

આ ગેરકાયદેસર પ્રવૃત્તિની ગંભીરતા જોતા પોલીસે તાત્કાલિક SITની રચના કરી હતી. SITની તપાસમાં સામે આવ્યું કે આ ટોળકી ખોટા ઉદ્યમ સર્ટિફિકેટના આધારે અલગ-અલગ બેંકોમાં કરંટ ખાતાઓ ખોલાવીને સ્વાઇપિંગ મશીન મેળવતી હતી.આ આરોપીઓ ગ્રાહકો પાસેથી ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરીને તેમને રોકડા રૂપિયા આપતા હતા અને બદલામાં 1.2 ટકાથી લઈને 1.6 ટકા કમિશન લેતા હતા.

પોલીસ તપાસમાં આ ટોળકીએ ખોટી ફર્મના નામે બેંકોમાં ખાતા ખોલાવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ ફર્મ્સના નામ માધવ કિરાણારાઘવ એન્ટરપ્રાઇઝપટેલ કિરાણાઅને રીચ વુમન હતા.પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Latest Stories