સુરત સી.આર.પાટીલના હસ્તે સિવિલ હોસ્પિટલ ખાતે એલર્જી ટેસ્ટિંગ-ઇમ્યુનોથેરાપી ક્લિનિકનું લોકાર્પણ

સુરત સિવિલ હોસ્પિટલમાં વિનામુલ્યે સારવાર આપવામાં આવી રહી છે. તાજેતરમાં એક બાળકનું સિવિલ હોસ્પિટલમાં જટિલ અને સફળ ઓપરેશન કરી નવુ જીવન આપવામાં આવ્યું છે

New Update

શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં યોજાયો વિશેષ કાર્યક્રમ

એલર્જી ટેસ્ટિંગ-ઇમ્યુનોથેરાપી ક્લિનિકનું લોકાર્પણ કરાયું

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ રહ્યા ખાસ ઉપસ્થિત

સિવિલ હોસ્પિટલમાં લોકોને વિનામુલ્યે મળી રહી છે સારવાર

લોકોને સરકારી સેવાનો લાભ લેવા સી.આર.પાટિલની અપીલ

સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે એલર્જી ટેસ્ટિંગ એન્ડ ઇમ્યુનોથેરાપી ક્લિનિકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે એલર્જી ટેસ્ટિંગ એન્ડ ઇમ્યુનોથેરાપી ક્લિનિકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સી.આર.પાટીલે નિવેદન આપતા જણાવ્યુ હતું કેસુરત સિવિલ હોસ્પિટલમાં અનેક જટિલ ઓપરેશન વિનામુલ્યે થાય છે.

જેના કારણે લોકોનો સિવિલ હોસ્પિટલે લોકોનો વિશ્વાસ જીત્યો છે. જે સારવાર બહાર ખૂબ જ મોંઘી છેતેવી સારવાર સિવિલ હોસ્પિટલમાં સફળતા પૂર્વક થાય છેજ્યાં પ્રાઇવેટ હોસ્પિટલમાં લાખોના ખર્ચે સારવાર થતી હોય છેત્યારે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરત સિવિલ હોસ્પિટલમાં વિનામુલ્યે સારવાર આપવામાં આવી રહી છે. તાજેતરમાં એક બાળકનું સિવિલ હોસ્પિટલમાં જટિલ અને સફળ ઓપરેશન કરી નવુ જીવન આપવામાં આવ્યું છે. આ સાથે જ લોકોને એલર્જીને લગતી કોઈપણ તકલીફ હોય તો તેઓ વિનામુલ્યે સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવે તેવી કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Latest Stories