સંભવિત યુદ્ધની તણાવભરી સ્થિતિ વચ્ચે ભારતની તાકાત બતાવવા “INS સુરત” સુરતના અદાણી પોર્ટ પર પહોંચ્યું...

INS સુરત એ ભારતીય નૌકાદળના વિશાખાપટ્ટનમ -ક્લાસ સ્ટીલ્થ ગાઇડેડ-મિસાઇલ ડિસ્ટ્રોયરનું ચોથું જહાજ છે. આ જહાજ પ્રોજેક્ટ 15 હેઠળ બનેલા ડિસ્ટ્રોયરની શ્રેણીનું છેલ્લું છે.

New Update
  • ભારત-પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની તણાવભરી સ્થિતિ

  • લોકોને ભારતની તાકાત બતાવવા માટેનો મળ્યો છે અવસર

  • દરિયાઈ લડાકુ જહાજINS સુરત સુરત ખાતે આવી પહોચ્યું

  • લડાકુ જહાજINS સુરત અદાણી પોર્ટ પર 2 દિવસ માટે રહેશે

  • INS સુરત અંગે ભારતીય નૌકા દળ દ્વારા માહિતી પણ અપાશે

ભારત-પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની તણાવભરી સ્થિતિના માહોલમાં લોકોને ભારતની તાકાત બતાવવા“INS સુરત” સુરતના અદાણી પોર્ટ પર આવી પહોંચ્યું છે.

INS સુરત એ ભારતીય નૌકાદળના વિશાખાપટ્ટનમ -ક્લાસ સ્ટીલ્થ ગાઇડેડ-મિસાઇલ ડિસ્ટ્રોયરનું ચોથું જહાજ છે. આ જહાજ પ્રોજેક્ટ 15 હેઠળ બનેલા ડિસ્ટ્રોયરની શ્રેણીનું છેલ્લું છે. શરૂઆતમાંઆ જહાજનું નામ બંદર શહેર પોરબંદર પરથી રાખવામાં આવશે તેવું અનુમાન કરવામાં આવ્યું હતું. પરંતુ પાછળથી તેનું નામ બદલીને સુરત શહેરનું નામINS સુરત રાખવામાં આવ્યું હતું. આ જહાજને ભારતીય નૌકાદળનું પ્રથમ કૃત્રિમ બુદ્ધિ -સક્ષમ યુદ્ધ જહાજ હોવાનું ગૌરવ પ્રાપ્ત છે.

જોકેહાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની તણાવભરી સ્થિતિના માહોલમાં લોકોને ભારતની તાકાત બતાવવા માટે દરિયાઈ લડાકુ જહાજ“INS સુરત” સુરતના અદાણી પોર્ટ પર આવી પહોંચ્યું છે. રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા અને સુરત કલેક્ટર દ્વારાINS સુરતનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રીએ લોકાર્પણ કર્યા બાદ પ્રથમ વખતINS સુરત જહાજ ગુજરાતમાં આવ્યું છેત્યારે દરિયાઈ લડાકુ જહાજ સુરતમાં 2 દિવસ હજીરાના અદાણી પોર્ટ પર રહેશે. 2 દિવસ દરમ્યાન પોલીસ ઑફિસર, NCC સ્ટુડન્ટ ઉપરાત અન્ય અધિકારીઓ સહિત લોકો આ જહાજને અંદરથી જોઈ શકશે. એટલું જ નહીંભારતીય નૌકા દળના અધિકારીઓINS સુરત કેવી રીતે કામ કરે છેતે અંગે લોકોને વિસ્તૃત માહિતી પણ આપશે.

Read the Next Article

સુરતના ઇતિહાસની પ્રથમ ઘટના..! : કારની અડફેટે શ્વાનને કચડી મારનાર અજાણ્યા કારચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય...

સુરતના અડાજણ વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

New Update
  • અડાજણ વિસ્તારમાં એક કાર ચાલક બન્યો બેફામ

  • કારની અડફેટમાં લેતા શ્વાનનું ઘટનાસ્થળે જ મોત

  • બનાવના પગલે આસપાસથી લોકોના ટોળાં એકત્ર

  • એક જાગૃત નાગરિકે અડાજણ પોલીસને જાણ કરી

  • અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કારની અડફેટે શ્વાનનું મોત નિપજતા પોલીસ મથકે ફરિયાદ નોંધાય હોવાનો સુરતમાંથી પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજીવન સૃષ્ટિમાં દરેકને જીવવાનો અધિકાર છે. તેવામાં સુરતમાંથી મૂંગા પશુઓ પર થયેલ અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક રખડતા શ્વાન પર કાર ચલાવી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હતું. અડાજણ વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવના પગલે આસપાસના લોકો ભેગા થયા હતાજ્યાં એક જાગૃત નાગરિક દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પંચનામું કરી મૃત શ્વાનને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી પશુ ચિકિત્શાલય ખસેડ્યું હતું. આ સાથે જ અડાજણ પોલીસે આ બાબતે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.