સુરત: ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી,રાજ્યમાં 169 બળાત્કારની ઘટના બની:શક્તિસિંહ ગોહિલ

ગુજરાત પ્રદેશ પ્રભારી મુકુલ વાસનીક,તેમજ વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સહિત કોંગી અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા

New Update
  • કોંગ્રેસનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

  • કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવાના પ્રયાસો

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસે કમરકસી

  • પ્રદેશ કક્ષાના નેતાઓએ યોજી પત્રકાર પરિષદ

  • ભાજપ સરકાર પર કર્યા શાબ્દિક પ્રહાર

Advertisment

સુરત શહેરમાં કોંગ્રેસ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ,અને આ તબક્કે પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી,જેમાં કોંગ્રેસના પ્રદેશ તેમજ રાષ્ટ્રીય નેતાઓએ ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

સુરત શહેરમાં કોંગ્રેસ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતોઆ પ્રસંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ,પ્રદેશ પ્રભારી મુકુલ વાસનીક,તેમજ વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સહિત કોંગી અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ કોંગ્રેસને પુનઃ બેઠી કરવા અને સંગઠનને મજબૂત કરવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

આ તબક્કે કોંગ્રેસ દ્વારા એક પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં શક્તિસિંહ ગોહિલ દ્વારા ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા હતા,અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખુબજ કથળી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

જ્યારે પત્રકાર પરિષદમાં કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રભારી મુકુલ વાસનીકે જણાવ્યુ હતું કે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં ડો.બાબાસાહેબ આંબેડકર વિશે જે નિવેદન આપ્યું તે આપત્તી જનક છે.અને અમિત શાહ પોતાના પદ પરથી રાજીનામુ આપે તેવી અમારી માંગણી છે,અને વડાપ્રધાન દ્વારા પણ તેઓને છાવરી રહ્યા હોવાના આક્ષેપ તેઓએ કર્યા હતા.

આ ઉપરાંત પત્રકાર પરિષદમાં ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતુ કે સુરતમાં ડાયમંડ ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યો છે,અને રત્નકલાકારો બેરોજગાર બનતા આપઘાતની ઘટનાઓ વધી છે,ત્યારે રત્નકલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના તાત્કાલિક સરકાર દ્વારા કરવામાં આવે તેવી માંગણી સરકાર સમક્ષ તેઓએ કરી છે.

Read the Next Article

સુરત : સચિન જીઆઇડીસીમાં સગીર પુત્રએ ચપ્પુના ઘા મારીને પિતાની નિર્મમ હત્યા કરી નાખતા અરેરાટી વ્યાપી

સુરતના સચિનના પાલી ગામમાં પિતા-પુત્ર વચ્ચેનો ઝઘડો લોહિયાળ બન્યો હતો,અને સગીર પુત્રએ પિતાના આડાસંબંધની શંકાએ ચપ્પુના ઘા મારીને ઢીમ ઢાળી દેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

New Update
  • સચિનGIDCમાં હત્યાનો બનાવ

  • પાલી ગામમાં સગીર પુત્રએ પિતાની કરી હત્યા

  • પુત્રએ ચપ્પુ વડે પિતાને મોતને ઘાટ ઉતારી દીધા

  • પિતાના અન્ય મહિલા સાથે આડાસંબંધની હતી શંકા

  • પોલીસે હત્યારા સગીરની કરી અટકાયત

Advertisment

સુરતના સચિનના પાલી ગામમાં પિતા-પુત્ર વચ્ચેનો ઝઘડો લોહિયાળ બન્યો હતો,અને સગીર પુત્રએ પિતાના આડાસંબંધની શંકાએ ચપ્પુના ઘા મારીને ઢીમ ઢાળી દેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

સુરતના સચિન જીઆઇડીસીના પાલી ગામમાં રહેતા ચેતક રાઠોડ અને તેમના આશરે 17 વર્ષીય પુત્ર વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હતો,અને આ બાબત ઉગ્ર ઝઘડામાં પરિણમી હતી.અને પિતા-પુત્ર વચ્ચે સર્જાયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.જેના કારણે ઉશ્કેરાયેલા સગીર પુત્રએ જન્મદાતા પિતા પર જ ચપ્પુથી હુમલો કરી દીધો હતો,અને પિતા ગંભીર રીતે ઘાયલ થઇને લોહીના ખાબોચિયામાં પડી ગયા હતા.સર્જાયેલી ઘટનામાં ચેતન રાઠોડનું કરૂણ મોત નીપજ્યું હતું.પિતાના આડાસંબંધની શંકાએ પુત્રે સગા પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.સચિન પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.અને પોલીસે સગીર પુત્રની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે.