સુરતમાંથી મેફેડ્રોન બનાવતી ફેક્ટરીનો થયો પર્દાફાશ, 3 શખ્સોની અટકાયત

ATSએ કારેલી ગામમાં આવેલ દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ મોટા પતરાના શેડ ખાતે દરોડા કરી માદક પદાર્થ બનાવતી એક મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી શોધી કાઢી

New Update

ગુજરાત ATSને સુરતમાંથી મળી મોટી સફળતા

સુરતમાં મેફેડ્રોન બનાવતી ફેક્ટરીનો કર્યો પર્દાફાશ

સમગ્ર મામલે 3 શખ્સોની અટકાયત કરવામાં આવી

4 કિલો મેફેડ્રોન31.409 કિલો લિક્વીડ મેફેડ્રોન જપ્ત

ત્રણેય ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય

 સુરત જીલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલ ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોન બનાવતી ફેક્ટરીનો ગુજરાત ATS દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગુજરાત ATSના નાયબ પોલીસ અધિકારી એસ.એલ.ચૌધરીએ બાતમીના આધારે સુરત જીલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલ દર્શન ઇન્ડીસ્ટ્રીયલ એસ્ટેટમાં પતરાના શેડ નં. 12 અને 13માં વિજય ગજેરાસુનીલ યાદવ તથા હરેશ કોરાટ નામના ઇસમો ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોન બનાવીને મુંબઇના સલીમ સૈયદ નામના ઇસમો વેચાણથી આપે છે.

સુરતમાં મેફેડ્રોન બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ

 ગુજરાત ATSના ઉચ્ચ અધિકારીઓને જાણ થતાં જ આ માહિતીને ટેકનીકલ તથા હ્યુમન રીસોર્સીસ દ્વારા ખરાઈ કરાવી તથા ડેવલોપ કરી ચોક્કસ ઈન્ટેલીજન્સને આધારે ગુજરાત ATSના નાયબ પોલીસ અધિકારી એસ.એલ.ચૌધરીના નેતૃત્વમાં સી.એચ.પનારાવી.એન.વાઘેલાવાય.જી.ગુર્જરબી.ડી.વાધેલાએમ.એન.પટેલએચ.ડી.વાઢેર,  બી.જે.પટેલ તેમજ આર.સી.વઢવાણા તથા ગુજરાત ATSના કર્મચારીઓની ટીમે સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલ દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ મોટા પતરાના શેડ ખાતે દરોડા કરી માદક પદાર્થ બનાવતી એક મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી શોધી કાઢી હતી.

જેમાં 4 કિલો મેફેડ્રોન તથા 31.409 કિલો લિક્વીડ મેફેડ્રોન જેની કુલ અંદાજિત કિંમત રૂ. 51,409 કરોડનો મુદ્દામાલ કબ્જે કરેલ છે. સમગ્ર મામલે ઝડપાયેલા ઈસમોની પૂછપરછ દરમ્યાન અસાઇમેન્ટ 4 કિલોનું બનાવીને મુંબઈમાં મોકલવામાં આવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

Latest Stories