સુરતના સારોલી-કડોદરા રસ્તા પરનો મેટ્રો બ્રિજ ઝૂલતો બ્રિજ બન્યો,મુખ્ય રસ્તો કરાયો બંધ

સારોલી પાસે મેટ્રોની બ્રિજનો વચ્ચેનો ભાગ એકા એક જ તૂટી જતા બ્રિજની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. આસપાસ રહેલા તમામ ગોડાઉન બંધ કરાવી દેવામાં આવ્યા છે અને લોકોની અવર-જવાર પર પણ પોલીસ દ્વારા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે

New Update

સારોલી-કડોદરા રસ્તા પરનો મેટ્રો બ્રિજના સ્પાન તૂટતા ચકચાર

 સુરક્ષાના ભાગરૂપે સરોલી કડોદરા વચ્ચેનો રસ્તો કરાયો બંધ

 ઘટનાને પગલે બે થી ત્રણ કિલોમીટરનો લાંબો ટ્રાફિકજામ સર્જાયો

 ક્ષતિગ્રસ્ત સ્પાનને સુરક્ષિત રીતે  ઉતારી લેવાની કરશે કામગીરી 

 મેટ્રોની કામગીરીમાં ભ્રષ્ટાચારના આપના કોર્પોરેટરે કર્યા આક્ષેપ    

સુરત કડોદરા વચ્ચે સારોલી પાસે મેટ્રોની બ્રિજનો વચ્ચેનો ભાગ એકા એક જ તૂટી જતા બ્રિજની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. આસપાસ રહેલા તમામ ગોડાઉન બંધ કરાવી દેવામાં આવ્યા છે અને લોકોની અવર-જવાર પર પણ પોલીસ દ્વારા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જેથી કરીને કોઈ મોટી જાનહાની ન સર્જાય. 

ઘટનાની જાણ થતા સ્થાનિક કોર્પોરેટરો પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા ત્યારે કોર્પોરેટર સેજલ માલવીયા દ્વારા શાસકો પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. ઘટના બાદ મેટ્રોના અધિકારી બે કલાક સુધી ઘટના સ્થળ પર જોવા મળ્યા ન હોવાની ફરિયાદ પણ સ્લોક મોઢે ઉઠવા પામી હતી.

Latest Stories