પીપલોદમાં ચારકોલ રેસ્ટોરન્ટની શરમજનક ઘટના
મહિલા વોશરૂમમાંથી મોબાઈલ ફોન મળી આવ્યો
વેન્ટિલેશનની જાળીમાં છુપાવ્યો હતો મોબાઈલ
મોબાઈલ ફોનમાં મહિલાના વિડિયો મળી આવ્યા
માનસિક વિકૃત સફાઈકર્મીની પોલીસે કરી ધરપકડ
સુરત શહેરમાં ચારકોલ રેસ્ટોરન્ટમાં એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે.જેમાં વોશરૂમના વેન્ટિલેશનમાં છુપાવી રાખેલો એક મોબાઈલ ફોન મળી આવ્યો છે,સફાઈકર્મી દ્વારા આ વિકૃત કૃત્ય આચરવામાં આવ્યું હતું,જેની પોલીસે ધરપકડ કરી હતી.
સુરતના પોશ વિસ્તાર પિપલોદમાં આવેલી જાણીતી ચારકોલ રેસ્ટોરન્ટમાં એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. રેસ્ટોરન્ટના મહિલા વોશરૂમના વેન્ટિલેશનની જાળી ઉપર ગુપ્ત રીતે એક મોબાઈલ ફોન મૂકીને રેકોર્ડિંગ કરતો સફાઈ કર્મચારી ઝડપાયો છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી, જ્યારે રેસ્ટોરન્ટમાં આવેલી એક મહિલા ગ્રાહકે સાવધાનીપૂર્વક જોતા આ છુપાવાયેલો મોબાઈલ કેમેરા મળી આવ્યો હતો.
ઉમરા પોલીસે આ મામલે તરત કાર્યવાહી કરી આરોપી સફાઈ કર્મચારી સુરેન્દ્ર રાણાની ધરપકડ કરી છે. તેની પાસેથી બે મોબાઈલ ફોન અને સ્પાય કેમેરાનો અડધો ભાગ પણ મળી આવ્યો છે.
આરોપીના મોબાઈલમાં અનેક આપત્તિજનક વીડિયો અને ગૂગલ હિસ્ટ્રી સામે આવી છે. પોલીસે રેસ્ટોરન્ટમાં કામ કરતા 50 પૈકી 40 પુરુષ કર્મચારીઓની પણ પૂછપરછ હાથ ધરી છે.અને અન્ય લોકોની પણ આ શરમજનક કૃત્યમાં સંડોવણી અંગેની પોલીસે તપાસ શરૂ કરી છે.