ગુજરાત બોર્ડની પરીક્ષાઓને લઈ તંત્ર સજ્જ
26 ફેબ્રુઆરીથી શરૂ થશે બોર્ડની પરીક્ષા
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ
2.23 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
5,653 વર્ગખંડોમાં CCTV કેમેરાથી સજ્જ
સુરત જિલ્લા શૈક્ષણિક તંત્ર દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા માટેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે.તારીખ 26 ફેબ્રુઆરીથી શરૂ થનારી ગુજરાત બોર્ડની પરીક્ષાઓ માટે સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
સુરત જિલ્લામાં કુલ 2.23 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 10, 12 અને ગુજકેટની પરીક્ષા આપશે.પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા 5,653 વર્ગખંડોમાં CCTV કેમેરા દ્વારા કડક મોનીટરીંગ કરવામાં આવશે.જ્યારે વિદ્યાર્થીઓની સુવિધા માટે સીટી બસ, GSRTC અને 14 'બિરસામુંડા એક્સપ્રેસ' બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
વધુમાં ગરમીની સિઝનને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગની ટીમોને એલર્ટ પર રખાય છે, અને વર્ગખંડમાં બૂટ-મોજા પહેરીને જવા દેવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.પરીક્ષામાં સુરક્ષા વ્યવસ્થા માટે વર્ગ 1 અને 2ના અધિકારીઓની નિમણૂક સાથે સુરત શહેર-જિલ્લાને 14 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે.