સુરત : માતાના પડખામાં સૂતી બાળકીને ઉઠાવી અપહરણનો પ્રયાસ કરનાર નરાધમની પોલીસે કરી ધરપકડ...

ઇસમે માતાના પડખામાંથી બાળકીને ઉઠાવી અપહરણ કરી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, નરાધમે બાળકી સાથે શારીરિક અડપલાં પણ કર્યા હતા, ત્યારે બાળકીના રડવાનો અવાજ સાંભળી લોકો દોડી આવતા નરાધમ ફરાર થઈ ગયો હતો

New Update
Advertisment
  • અઠવા વિસ્તારમાં બાળકીના અપહરણના પ્રયાસનો મામલો

  • 4 વર્ષની માસૂમ બાળકીના નરાધમે કર્યો અપહરણનો પ્રયાસ

  • માતાના પડખામાં સૂતી બાળકીને ઉઠાવી અપહરણનો પ્રયાસ

  • બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનું બહાર આવ્યું

  • અઠવા પોલીસે નરાધમની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

Advertisment

 સુરત શહેરના અઠવા વિસ્તારમાં 4 વર્ષની માસૂમ બાળકીના અપહરણના પ્રયાસ મામલે પોલીસે નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેર તથા જીલ્લામાં માસૂમ બાળકીઓના અપહરણઅડપલાં અને છેડતીના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છેત્યારે સુરત શહેરના અઠવા વિસ્તારમાં 4 વર્ષની માસૂમ બાળકી પોતાની માતા સાથે સૂતી હતી.

તે દરમ્યાન એક ઇસમે માતાના પડખામાંથી બાળકીને ઉઠાવી અપહરણ કરી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીંનરાધમે બાળકી સાથે શારીરિક અડપલાં પણ કર્યા હતાત્યારે બાળકીના રડવાનો અવાજ સાંભળી લોકો દોડી આવતા નરાધમ ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે અઠવા પોલીસે ગુન્હો દાખલ કરી 100થી વધુ CCTV ફૂટેજની તપાસ કરી હતી.

પોલીસે 6 જેટલી ટીમો બનાવી ખ્વાજા દાના દરગાહ નજીકથી ઝમીલ નામના આરોપીની ધરપકડ કરી છેત્યારે હાલ તો પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories