સુરતના ડિંડોલીમાં તરૂણવયની દીકરી પર પાડોશીએ દુષ્કર્મ આચરતા ચકચાર

સુરતના ડિંડોલીમાં ઘરમાં એકલી રહેલી તરૂણી પર પાડોશી હવસખોરે દુષ્કર્મ આચરતા પંથકમાં ચકચાર મચી ગઈ છે,જ્યારે અન્ય એક નરાધમે શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી

New Update
સુરતના ડિંડોલી વિસ્તારની ઘટના
માતાપિતા બહારગામ ગયા હોવાથી સગીરા ઘરે એકલી હતી
પાડોશીએ ઘરમાં કામ છે કહી ઘુસી તરુણી સાથે દુષ્કર્મ આચર્યું
અન્ય એક પાડોશીએ સગીરા સાથે કર્યા અડપલાં
ફરિયાદના આધારે પોલીસે કરી બંનેની ધરપકડ
સુરતના ડિંડોલીમાં ઘરમાં એકલી રહેલી તરૂણી પર પાડોશી હવસખોરે દુષ્કર્મ આચરતા પંથકમાં ચકચાર મચી ગઈ છે,જ્યારે અન્ય એક નરાધમે શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અને પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે.
સુરતમાં અસામાજિક પ્રવૃતિઓની સાથે અન્ય ગંભીર ગુનાઓનો ગ્રાફ પણ દિવસેને દિવસે વધતો જાય છે,જેની સાક્ષી પૂરતી વધુ એક ઘટના સુરતના ડિંડોલી માંથી પ્રકાશમાં આવી છે,એક તરુણ વયની દીકરી પોતાના ઘરે એકલી હતી,માતાપિતા બહાર ગામ ગયા હોવાથી અને પોતાનું ઘર જ સુરક્ષિત છે, તેવા વિશ્વાસ સાથે માતાપિતા  વ્હાલસોયી દીકરીને ઘરે એકલા મૂકીને ગયા હતા,જોકે તેમને ક્યાં ખબર હતી કે હવસીય રાક્ષસો તેમની આસપાસમાં  જ રહે છે,પાડોશીએ યુવતીની એકલતાનો લાભ લઈને કંઈક કામનું બહાનું કાઢી ઘરમાં ઘૂસ્યો હતો,અને તરુણ વયની બાળાને પીંખી નાખી હતી,આ ઉપરાંત અન્ય એક પાડોશીએ પણ આ તરુણી સાથે અડપલાં કર્યા હોવાનું જાણવા મળ્યું છે,પોતાના માતાપિતા બહાર ગામથી ઘરે પરત ફરતા યુવતીએ આપવીતી તેઓને જણાવી હતી,અને તેમને આ અંગે પોલીસ ફરિયાદ દર્જ કરાવતા પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી હતી.  
Read the Next Article

સુરત : બિસ્માર માર્ગ મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ,ભાજપના ઝંડા લગાવી કાર્યકરોએ પૂર્યા ખાડા

સુરત શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને પગલે રસ્તા બિસ્માર બન્યા છે. જેના કારણે તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

New Update
  • શહેરના રસ્તા બન્યા ખાડામય

  • પ્રથમ વરસાદમાં જ રસ્તા પર પડ્યા ખાડા

  • યુથ કોંગ્રેસ દ્વારા કરાયો ઉગ્ર વિરોધ

  • ખાડામાં ભાજપના લગાવ્યા ઝંડા

  • ભાજપ સરકાર વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર

  • કોંગી કાર્યકર્તાઓએ પૂર્યા ખાડા

સુરત શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને પગલે રસ્તા બિસ્માર બન્યા છે. જેના કારણે તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સુરત શહેર વિકસિત શહેરની અગ્ર હરોળમાં આવે છે.પરંતુ લોકોને પડતી અસુવિધાઓથી શહેરની છબીને લાંછન પણ લાગી રહ્યું છે.વર્તમાન પરિસ્થિતિ જે બાબતની ચાળી ખાઈ રહી છે.જેમાં પ્રથમ વરસાદે જ શહેરના રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય છવાય જતા રસ્તા સમસ્યારૂપ બન્યા છે.
શહેરના રસ્તાઓ પર ખાડા પડવાના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરીને વાહન લઈને પસાર થઈ રહ્યા છે.ત્યારે આ મુદ્દે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખાડામાં ભાજપના ઝંડા લગાવીને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ કર્યો હતો.અને કોંગી કાર્યકર્તાઓએ ખાડા પુરોને ભાજપ સરકારના તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા.