21 એપ્રિલના રોજ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. પાંચમાં દિવસે કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણી પર આકરા પગલા લેવામાં આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિની શિસ્ત સમિતિની બેઠકમાં વિસ્તૃત ચર્ચાના અંતે હકીકતોને ધ્યાને લઈને કુંભાણીને છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે બીજી બાજુ સુરતમાં લોકસભાના ઉમેદવાર એવા નિલેશ કુંભાણીનું ફોર્મ ભરાતા જ રદ થતા ચારેકોરથી આપ અને કોંગ્રેસ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. બે દિવસ પહેલા નિલેશ કુંભાણીના ઘરની બહાર ગદ્દાર અને લોકશાહીના હત્યારા જેવા બેનર લગાવ્યા હતા. જે બાદ આજે કોંગ્રેસ દ્વાર સિટી બસ અને રિક્ષાઓ પર 'દલાલનો દલાલ લોકશાહીનો હત્યારો' લખાણ વાળા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.
કોંગ્રેસ દ્વારા આખરે નિલેશ કુંભાણીને કરાયા સસ્પેન્ડ, 6 વર્ષ માટે પાર્ટીમાંથી હકાલપટ્ટી
21 એપ્રિલના રોજ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. પાંચમાં દિવસે કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણી પર આકરા પગલા લેવામાં આવ્યા છે.
New Update